Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

રોજગારીનો શૂન્ય દર અને સલામતીના અભાવે હોન્ડુરાસના 3 હજાર ઇમિગ્રન્ટ્સ અમેરિકા ભણી : ગ્વાટેમાલા પોલીસ દ્વારા યુ.એસ.બોર્ડર ઉપર ઘૂસણખોરી અટકાવવાનો પ્રયાસ

વોશિંગટન :  રોજગારીનો શૂન્ય દર તથા સલામતીના અભાવને કારણે હોન્ડુરાસના  3000 જેટલા લોકો યુ.એસ.માં આશ્રય મેળવવા સોમવારે ગ્વાતેમાલા બોર્ડર સુધી પહોંચી ગયા છે. બીજી તરફ, વોશિંગ્ટન ડીસીએ માઇગ્રન્ટ્સને અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાની હરકત નહીં કરવાની તાકીદ કરી છે. અમેરિકામાં પ્રવેશ મેળવવા ઇચ્છતા માઇગ્રન્ટ્સ હાલ નોર્થવાર્ડ તરફ આગળ વધી રહ્યા છે. માઇગ્રન્ટ્સની સંખ્યા શનિવાર કરતાં બમણી છે. શનિવારે હોન્ડૂરાસથી અંદાજિત 1,300 માઇગ્રન્ટ્સ અમેરિકામાં પ્રવેશ મેળવવા માટે યુએસ બોર્ડર પહોંચ્યા હતા. અહીં સ્ટેન્ડોફ પોલીસ અને માઇગ્રન્ટ્સ વચ્ચે અથડામણ પણ થઇ હતી.

   અમે ડોનાલ્ડ ટ્રમ્પની ઇચ્છા કે અનિચ્છા વિરૂદ્ધ અમેરિકામાં પ્રવેશ મેળવીને રહીશું. તેઓએ અમને પ્રવેશ આપવો પડશે. તેવા ઉદગારો સાથે તેઓ માઇગ્રન્ટ્સ બેકપેક લઇને બોર્ડર તરફ આગળ વધી રહ્યા છે. કેટલાંક હોન્ડુરાસના ધ્વજ પણ લહેરાવી રહ્યા છેસેન્ટ્રલ અમેરિકા કે જ્યાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં હજારો માઇગ્રન્ટ્સ આવીને વસવાટ કરી રહ્યા છે, તે યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના એડમિનિસ્ટ્રેશનના પ્રેશરમાં છે. એડમિનિસ્ટ્રેશને હવે અહીં વધુ માઇગ્રન્ટ્સને પરમિશન આપવાની મનાઇ કરી છે. ગ્વાતેમાલા ઓથોરિટી અનુસાર, તેઓ ઇરરેગ્યુલર માઇગ્રેશનને પ્રમોટ નથી કરી રહ્યા. તેમ છતાં ગ્લાતેમાલા પોલીસ બ્લેક યુનિફોર્મ, કેટલાંક હેલ્મેટ અને શિલ્ડ સાથે માઇગ્રન્ટ્સને બોર્ડર પર દેખાવો કે ઘૂસણખોરી કરતા અટકાવી રહ્યા છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:43 pm IST)
  • મહેસાણા :શક્તિપીઠ બહુચરાજીમાં સવારી નીકળી:બહુચરાજીમાં પરંપરાગત માતાજીની સવારી નીકળી:નિજ મંદિરમાં શાસ્ત્રોક્ત પૂજા અર્ચના કરવામાં આવી:ગાયકવાડ વખતની પરંપરા મુજબ પૂજા-અર્ચના કરાઈ:શાહીઠાઠમાં માતાજીની સવારીની પૂજા અર્ચના :પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું access_time 1:45 pm IST

  • વાડીનારના ભરાણા ગામે બે જૂથ વચ્ચે અથડામણ :યુવાનની હત્યા ;પોલીસ ઘટના સ્થળે પહોંચી :ગામમાં ભારેલો અગ્નિ : access_time 8:34 pm IST

  • ભારતની ચિંતા વધારશે ચીન :બ્રહ્મોસ મિસાઇલથી પણ બહેતર મિસાઈલ પાકિસ્તાનને આપશે :પાકિસ્તાન ચીન પાસેથી સુપરસોનિક મિસાઈલ ખરીદે તેવી શકયતા :ચીનના સરકારી મીડિયા મુજબ ચીન દ્વારા પાકિસ્તાન સાથે સૌથી મોટો ડ્રોન સોદો કરવાની જાહેરાત કરશે ;આગામી 3જી નવેમ્બરે પાકિસ્તાનના પીએમ ઇમરાનખાન ચીનના ત્રણ દિવસના પ્રવાસે જશે access_time 1:12 am IST