Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

અમેરિકાના ન્યૂજર્સીમાં આઇ .ટી .લીડર્સે શ્રી રીક મહેતાને આગામી ચૂંટણીમાં ટેકો જાહેર કર્યો : ફોન તથા ઈમેલના માધ્યમથી સમાજના અગ્રણીઓ દ્વારા મળી રહેલો અભૂતપૂર્વ આવકાર

દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી : ન્યૂજર્સીના ઇતિહાસમાં યુ.એસ.સેનેટ નામાંકન મેળવનાર પ્રથમ ભારતીય મૂળના અમેરિકન ઉમેદવાર શ્રી રીક મહેતા ચૂંટણી લડી રહ્યા છે.જેમજેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમતેમ ચૂંટણીનો ગરમાવો જોર પકડી રહ્યો છે.અને શ્રી રીક મહેતા તથા તેમની ટીમ ચૂંટણી જીતવા રાતદિવસ એક કરી રહ્યા છે.
તાજેતરમાં આઇ ટી વ્યવસાય સાથે સંકળાયેલા અને ન્યૂજર્સીના જે લીડર્સ કહી શકાય છે તે તમામ લોકોએ શ્રી રીક મહેતાને ટેકો જાહેર કર્યો છે.અને ચૂંટણીમાં સંપૂર્ણ યોગદાન આપવા અન્ય લોકોને પણ ટેકો જાહેર કરવા અપીલ કરી છે.
શ્રી રીક મહેતા બાયોટેક ઉદ્યોગ સાહસિક છે.તેમજ આરોગ્ય સંભાળ ,નીતિ નિષ્ણાત ,અને લાયસન્સ પ્રાપ્ત ફાર્માસીસ્ટ તથા લોયર છે.શ્રી રીક મહેતા ફાર્માસીસ્ટ અને પૂર્વ એફ.ડી.એ. અધિકારી છે.
યુ.એસ.સેનેટની ચૂંટણીમાં સૌપ્રથમ ઇન્ડિયન અમેરિકન ચૂંટણી લડી રહ્યા છે.
શ્રી રીક મહેતાને ટેકો આપવા ન્યુજર્સીમાંથી અનેક લોકો આગળ આવી રહ્યા છે.તથા કોવિક -19 ના કારણે હજારો લોકો નિવાસ સ્થાનથી ફોન ઈમેલ દ્વારા તેમને ટેકો જાહેર કરી રહ્યા છે.તેવું શ્રી રિધર ચીલ્લારા કે જેઓ એશિયન અમેરિકન રિપબ્લિકન એલાયનો અને તેમના દ્વારા શ્રી ધર્મેશ પટેલ ,શ્રી અતુલ વડોદરીયા ,તથા અનેક બિઝનેસમેન દ્વારા સાથે મળીને ખુલ્લા મેદાનમાં સોશિઅલ ડિસ્ટર્ન્સિંગ સાથે મીટીંગ યોજવામાં આવી હતી.તેવું શ્રી ધર્મેશ પટેલની યાદી જણાવે છે.

 

(8:01 pm IST)