Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

‘‘VVN એલ્‍યુમ્‍ની USA'': અમેરિકાના ન્‍યુજર્સીમાં ગુજરાતના વલ્લભ વિદ્યાનગરમાં આવેલી સરદાર યુનિવર્સિટીના પૂર્વ સ્‍ટુડન્‍ટસનું સ્‍નેહ મિલન યોજાયું: મનોરંજન, મસ્‍તી, તથા ગાલા ડિનર પ્રોગ્રામમાં ૪૫૦ ઉપરાંત પૂર્વ વિદ્યાર્થીઓ તથા અગ્રણીઓએ હાજરી આપીઃ ૨૦૨૦ની સાલના શૈક્ષણિક વર્ષમાં યુનિવર્સિટીના ૭૦ ઉપરાંત સ્‍ટુડન્‍ટસને સ્‍કોલરશીપ આપવા ફંડ ભેગુ કરી દીધુ

(દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ તાજેતરમાં અમેરિકાના એડિસન ન્‍યુજર્સીમાં આવેલા રોયલ ગ્રાન્‍ડ મેનોર VVNAlamni USA 2019 મેગા રિયુનિયન પ્રોગ્રામ યોજાઇ ગયો.

ગુજરાતમાં સરદાર વલ્લભ ભાઇ પટેલના નામથી કાર્યરત સરદાર પટેલ યુનિવર્સિટીના વલ્લભ વિદ્યાનગરના પૂર્વ વિદ્યાર્થીઓ આયોજીત આ પ્રોગ્રામમાં અમેરિકા તથા કેનેડાના ૪૫૦ ઉપરાંત પૂર્વ સ્‍ટુડન્‍ટસ તથા શુભેચ્‍છકોએ હાજરી આપી હતી.

પ્રોગ્રામમાં ચિફ ગેસ્‍ટ તરીકે ન્‍યુયોર્કથી ખાસ આવેલા શ્રી અજોય જોષી તથા માનવંતા મહેમાન તરીકે હાજર રહેલા ચરોતર વિદ્યા મડલના શ્રી મનીષ પટેલ આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યા હતા. આ તકે ભાવિન શાસ્‍ત્રીના લાઇવ મ્‍યુઝીક પ્રોગ્રામ સાથે મનોરંજન તથા ગાલા ડિનરનું આયોજન કરાયું હતું.

શ્રી અજોય જોશી (ચિફ ગેસ્‍ટ) શ્રી કિરણ પટેલ (ચેરમેન) શ્રી મનેષ પટેલ (પ્રેસિડન્‍ટ) સ્‍પેશીઅલ ગેસ્‍ટ શ્રી મનિષ પટેલ તથા અન્‍ય મહેમાનોએ દીપ પ્રાગટય કર્યુ હતું. તથા શ્રી મનેષ પટેલએ પૂર્વ સ્‍ટુડન્‍ટસને પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતું. ઉપસ્‍થિત પૂર્વ વિદ્યાર્થીઓએ ૨૦૨૦ની સાલ માટે ૭૦ ઉપરાંત સ્‍ટુડન્‍ટસને સ્‍કોલરશીપ મળી રહે તે માટે ડોનેશન આપ્‍યું હતું.

પ્‍લેબેક સીંગર ભાવિન શાસ્‍ત્રીએ ડાન્‍સ તથા ગરબાની જમાવટ સાથે ઉપસ્‍થિતોને મંત્ર મુગ્‍ધ કરી દીધા હતાં.

ઉલ્લેખનીય છે કે સરદાર પટેલ યુનિવર્સિટી ગુજરાતના વલ્લભ વિદ્યાનગરમાં આવેલી છે. જેમાં ૪૫ હજાર ઉપરાંત સ્‍ટુડન્‍ટસ નોંધાયેલા છે. તથા તેના તેજા હેઠળ ૭૦ ઉપરાંત કોલેજો તથા ઇન્‍સ્‍ટીટયુશન પાંચ ઉપરાંત કેમ્‍પસમાં ફેલાયેલા છે. જેમાં વલ્લભ વિદ્યાનગર સહિત ન્‍યુ વલ્લભ વિદ્યાનગર, આણંદ, કરમસદ, તથા બોરીઆવીનો સમાવેશ થાય છે.

પૂર્વ સ્‍ટુડન્‍ટસની એકઝીકયુટીવ ટીમમાં શ્રી મનેષ પટેલ (પ્રેસિડન્‍ટ) શ્રી કિરણ પટેલ (ચેરમેન) શ્રી સુનિત પટેલ (વાઇસ પ્રેસિડન્‍ટ) શ્રી રોહિત શાહ (ટ્રેઝરર) શ્રી અમિશ પટેલ (સેક્રેટરી) તથા સુશ્રી પ્રીતિ અમીન (વાઇસ ચેર) તરીકે જવાબદારી સંભાળે છે.

વિશેષ માહિતી શ્રી જયેશ પટેલ (એકઝીકયુટીવ ડીરેકટર) (૭૩૨)૨૩૩-૫૩૬૮ અથવા ઇમેલ vvnalamniusa@yahoo.com દ્વારા મળી શકશે. તેમ જણાવાયું છે.

(10:00 pm IST)