Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

મસ્કત ગુજરાતી સમાજના ઉપક્રમે ગુજરાતના સુપ્રસિધ્ધ કલાકાર ઓસમાણ મીરનો પ્રોગ્રામ યોજાયો

મસ્તકઃ મસ્કત ગુજરાતી સમાજ, ગુજરાતી વિન્ગ ઓફ ઇન્ડિયન સોશીઅલ કલબના ઉપક્રમે તાજેતરમાં ગુજરાતના સુપ્રસિધ્ધ કલાકાર ઓસ્માણ મીરનો પ્રોગ્રામ યોજાઇ ગયો.

કાર્યક્રમની શરૂઆતમાં ચિફ ગેસ્ટ, ગેસ્ટ ઓફ ઓનર, સ્પેશીઅલ ગેસ્ટ, કલાકારો, ભારતના સલ્તન ઓફ ઓમાન ખાતેના રાજદૂત તેમજ ઇન્ડિયન સોશીઅલ કલબ ઓમાનના માનદ ચેરમેન, સહિતના મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું. જેમાં શ્રી શૈલેષ જાની, શ્રી મુનુ મહાવર, ડો. સથીશ નામ્બીચાર, સહિતના મહાનુભાવોનો સમાવેશ થતો હતો. જેઓએ છેલ્લા ૪૫ વર્ષથી મસ્કતમાં ગુજરાતી કોમ્યુનીટી દ્વારા વતનની સંસ્કૃતિ જાળવી રાખવા બદલ મસ્કત ગુજરાતી સમાજ તથા ઇન્ડિયન સોશીઅલ કલબની પ્રવૃતિઓને બિરદાવી હતી.

બાદમાં ગુજરાત ગૌરવ એવોર્ડ વિજેતા તથા બોલીવુડ ટલેબેક સીંગર ઓસમાણ મીરએ રજુ કરેલા સાંસ્કૃતિક કાર્યક્રમે ઉપસ્થિત આવાલ વૃધ્ધ સહિત તમામ લોકોને ખુશ કરી દીધા હતાં.

કાર્યક્રમમાં શ્રી અનિલ ખીમજી, શ્રી દિલીપ મહેતા, શ્રી બકુલ મહેતા, શ્રી કિશોર વાડેર, શ્રી અનિલ વાડેર, શ્રી મણિલાલ લીંબાણી, શ્રી રાજેન્દ્ર વેદ, શ્રી અરવિંદ ટોપરાની, શ્રી ફીલીપ કોશી, શ્રી સી.એમ.સરદાર સહિતના કોમ્યુનીટી અગ્રણીઓએ હાજરી આપી હતી.

કાર્યક્રમના સ્પોન્સર તરીકે શ્રી ખીમજી રામદાસ, મસ્કત ફાર્મસી અલ અનસારી ટ્રેડીંગ, મોડર્ન એક્ષચેન્જ, યુનિક કોન્ટેકટીંગ મેહૂલ એન્ટરપ્રાઇસીઝ, નારણજી હીરજી, ઇન્તિસાર કોર્પોરેશન, જુમા અલી ટ્રેડીંગ, લૂલૂ ઇમેજ મસ્કત ઇન્ટરનેશનલ નોર્થ એશિઅન  એન્ટરપ્રાઇસીઝ, હરિદાસ નેન્સી, AAK એન્ડ પાર્ટનર્સ,નગીનકુમાર છોટાલાલ તન્ના, ગલ્ફ જવેલરી હાઉસ, ICI ફર્ટીલીટી કિલનિક, અલ રવાહી ઇન્ટરનેશનલ, અરેબિઅન ટ્રેડીંગ, તથા તૈસીર ઇલેકટ્રીકલ્સનો સમાવેશ થતો હતો.

આ પ્રસંગે મસ્કત ગુજરાતી સમાજને લાંબા સમય સુધી સેવાઓ આપનાર શ્રી પી.એમ. થાનકી, તથા શ્રી પંકજ પારેખનું શ્રી અનિલ ખીમજીએ બહુમાન કર્યુ હતું. મસ્કત ગુજરાતી સમાજના કન્વીનર શ્રી ચંદ્રકાંત ચોથાનીએ આભાર દર્શન કર્યુ હતું. શ્રી ચંદ્રકાંત વલ્લભદાસ ચોથાણીના અહેવાલ દ્વારા જાણવા મળે છે.

(8:04 pm IST)
  • રાત્રે 11 વાગે: મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આજે રાત્રે તોફાની પવન સાથે બેફામ વરસાદ પડવા સંભવ:આજે રાત્રે 40 કિલોમીટરની ઝડપે તોફાની પવન સાથે રાયગઢ, મુંબઈ, રત્નાગીરી, સતારા અને સાંગલી પંથકમાં બેફામ વરસાદ પડશે તેવી હવામાન ખાતાએ જાહેરાત કરી છે.. access_time 11:29 pm IST

  • બીએસએનએલના યુનિયનોની ચૂંટણીમાં મત ગણત્રી ચાલુઃ ગુજરાતના ૧૮ જીલ્લામાં ૯માં એનએફટીઈ યુનિયનનો વિજયઃ ગુજરાતમાં ગણત્રી પુરી, હજુ દેશભરમાંથી રીઝલ્ટ આવ્યા બાદ ફાઈનલ ચિત્ર સાંજે જાહેર થશે access_time 3:58 pm IST

  • લ્યો બોલો.... ખાતામાં ભુલથી ૪૦ લાખ આવી ગયા : પતિ - પત્નિએ વાપરી નાખ્યાઃ આખરે જેલ : તિરૂપુરની ઘટના એક પતિ - પત્નિના ખાતામાં ભુલથી ૪૦ લાખ જમા થઇ જતા તેઓએ આ રકમ વાપરી નાખીઃ કોર્ટે પતિ - પત્નિને ૩ વર્ષની જેલ ફટકારી : ૨૦૧૨નો જે કેસ આ રકમમાંથી દંપતિએ પ્રોપટી ખરીદી અને પુત્રીના લગ્ન પણ કરી નાખ્યાઃ કેસ ચાલી જતા કોર્ટે સજા ફટકારીઃ પતિ - પત્નિ ૪૦૩ અને ૧૨૦ બી હેઠળ કાર્યવાહી થઇ access_time 3:54 pm IST