Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

ડીપ્રેશનમાં ગરકાવ થઇ જતા લોકોને સ્‍માર્ટ ટ્રીટમેન્‍ટ આપી ઉગારી લેતી યુ.એસ.ની કંપની પ્રાઇમ ટાઇમ લાઇફ સાયન્‍સને SBIR ગ્રાન્‍ટ

(દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ માનસિક રીતે હતાશ થઇ જવાથી ડીપ્રેશનમાં ગરકાવ થઇ જવાના કારણે આત્‍મહત્‍યા કરી લેતા લોકોને શિસ્‍તબધ્‍ધ તથા સહકારભરી સ્‍માર્ટ ટ્રીટમેન્‍ટ દ્વારા ઉગારી લેવા સંશોધન આગળ વધારવા માટે નેશનલ ઇન્‍સ્‍ટીટયુટ ઓફ હેલ્‍થ ફોર ડેવલપમેન્‍ટ ઓફ ડીપ્રેશન દ્વારા સ્‍મોલ બિઝનેસ ઇનોવેશન રિસર્ચ (SBIR) માટે અપાતી ગ્રાન્‍ટ માટે યુ.એસ.માં મેરીલેન્‍ડ સ્‍થિત આ ક્ષેત્રે સંશોધન કરી રહેલી કંપની પ્રાઇમટાઇમ લાઇફ સાયન્‍સ LLCની પસંદગી થઇ છે.

SBIR દ્વારા ૨ વિભાગમાં ગ્રાન્‍ટ અપાશે. જે અંતર્ગત પ્રથમ પ્રારંભિક તબકકે ૩,૫૦,૦૪૨ ડોલર મંજુર કરાયા છે. બાદમાં બાકીની  મળી કુલ ૨-૯૮ મિલીયન ડોલરની ગ્રાન્‍ટ અપાશે.

આ ગ્રાન્‍ટ મંજુર થવાથી કંપનીના ceo ડો.જનક પડીઆએ જણાવ્‍યું હતું કે સમાજ માટે ચિંતારૂપ આ ડીપ્રેશનમાંથી લોકોને ઉગારવા સંશોધન આગળ વધારવા માટે અમને પ્રોત્‍સાહન મળ્‍યુ છે. જે અમે શ્રેષ્‍ઠ રીતે પાર પાડશું.

કંપની દ્વારા ઉત્‍પાદિત અન્‍ય સમાજોપયોગી દવાઓ માટે ડો.જનક પડીઆનો ઇમેલ Jpadia@PrametimeliFesci.com  દ્વારા સંપર્ક સાધી શકાય છે. તેવું કંપનીના પ્રેસિડન્‍ટ તથા ceo ડો.જનક પડીઆ (૨૪૦)૭૧૫-૫૯૦૬ દ્વારા જાણવા મળે છે.

(11:09 pm IST)