Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

‘‘આવ્‍યા મા ના નોરતા'': યુ.એસ.માં ICS ઓફ ન્‍યુજર્સીના ઉપક્રમે ૧૨ તથા ૧૩ ઓકટો.તેમજ ૧૯ તથા ૨૦ ઓકટો ૨૦૧૮ના રોજ ‘‘નવરાત્રિ ઉત્‍સવ'' ઉજવાશેઃ ફુડ કોર્ટ, પાર્કીગ સગવડ, તથા રાસ ગરબાની રમઝટ સાથે ઉજવાનારા તહેવારમાં ફોરમ શાહનું ગૃપ ખેલૈયાઓને ગરબે ધુમાવશે

(દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ સ્‍વ.જે.પી.પટેલ (દાદા)એ શરૂ કરેલ ‘‘ઇન્‍ડિયન કલ્‍ચર સોસાયટી ઓફ ન્‍યુજર્સી''ના ઉપક્રમે ૧૨ તથા ૧૩ ઓકટો.ના શુક્રવાર અને શનિવાર, તેમજ ૧૯ તથા ૨૦ ઓકટો. ૨૦૧૮ શુક્ર તથા શનિવારના રોજ નવરાત્રિ ઉત્‍સવ ઉજવાશે.

રાત્રે મોડે સુધી પરંપરાગત અવનવા ગરબાની રમઝટ જમાવનારા આ ભવ્‍ય તથા સૌથી મોટા ગણાતા IACNJ આયોજીત આ નવરાત્રિ ઉત્‍સવમાં ફોરમ શાહ અને તેનું ગૃપ ખેલૈયાઓને ગરબે ધુમાવશે.

ગરબાનો સમય રાત્રિના ૯ વાગ્‍યાથી ૧-૩૦ વાગ્‍યા સુધીનો રહેશે. જેમાં રાત્રે ૯-૩૦ પહેલા આવી જનારાઓ માટે વિનામૂલ્‍યે પ્રવેશ છે. તથા ત્‍યાર પછી આવનાર માટે વ્‍યક્‍તિદીઠ ૧૦ ડોલર પ્રવેશ ફી રાખવામાં આવેલ છે.

ઇન્‍ડોર રાસ-ગરબા, ફુડ કોર્ટ તથા પાર્કીગની સુવિધા સાથે ઉજવાનારા આ ઉત્‍સવનો લહાવો લેવા ચેરમેન શ્રી પિયુષ પટેલ, વાઇસ ચેરમેન શ્રી અતુલ શાહ, તથા ડો. સુરેશ પટેલએ આમંત્રણ પાઠવ્‍યુ છે.

સ્‍પોન્‍સરશીપ, બુથ, એડવાર્ટાઇઝમેન્‍ટ તથા ડોનેશન માટે પ્રેસિ. શ્રી રાજેશ પટેલ ૮૪૮-૨૧૯-૫૦૦૦, એકઝી વાઇસ પ્રેસિડન્‍ટ શ્રી કમલેશ શાહ ૯૦૮-૪૫૧-૮૦૯૦, તથા શ્રી પાંડુ શેરે ૭૩૨-૮૯૫-૪૫૦૩, સેક્રેટરી શ્રી શ્રીજય પુરોહિત ૭૩૨-૯૧૦-૬૬૧૫, ટ્રેઝરર શ્રી હિતેષ પટેલ ૯૭૩-૮૯૬-૬૯૭૧ જોઇન્‍ટ સેક્રેટરી શ્રી કલ્‍પેશ પટેલ ૯૦૮-૪૧૯-૪૨૨૮, શ્રી તુષાર પટેલ ૭૩૨-૬૮૮-૨૦૫૭, જોઇન્‍ટ ટ્રેઝરર શ્રી ચિનુ પટેલ ૭૩૨-૪૨૯-૫૫૪૨, શ્રી શૈલેષ પટેલ ૯૦૮-૪૭૨-૦૯૩૨ તથા શ્રી જીતેન્‍દ્ર અમીનનો કોન્‍ટેક નં.૯૦૮-૩૯૯-૨૭૨૮ દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે.

(11:19 pm IST)