Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

યુ.એસ.માં ICC ના ઉપક્રમે ૧પ મો વાર્ષિક સમારંભ યોજાયોઃવિવિધ ક્ષેત્રે વિશિષ્‍ટ કામગીરી બજાવનાર મહાનુભાવોનું સન્‍માન કરાયું

કેલિફોર્નિયાઃ  યુ.એસ.  ઇન્‍ડિયા કોમ્‍યુનીટી સેન્‍ટર  ICC ના કેલિફોર્નીયા મુકામે ૧પ મો વાર્ષિક ભોજન સમારંભ યોજાઇ ગયો. જેમા ૪૦૦ ઉપરાંત ઇન્‍ડિયન અમેરિકનોએ હાજરી આપી હતી.

આ પ્રસંગે વિવિધ ક્ષેત્રે વિશિષ્‍ટ કામગીરી બજાવનારાઓને એવોર્ડ આપી સન્‍માન્‍તિ કરાયા હતા. તથા મનોરંજન  કાર્યક્રમોનું આયોજન કરાયું હતુ.

એવોર્ડ વિજેતાઓમાં એજયુકેશન ક્ષેત્રે સિલીકોન વેલ્લીના શ્રી મોહમ્‍મદ ચૌધરી ઘરેલું હિંસા અટકાવવા કાર્યરત નોનપ્રોફિટ મૈત્રી, KIVA ના શ્રી પ્રેમલ શાહ, તથા ખાન એકેડેમીના શ્રી સલમાન ખાનનો સમાવેશ થયો હતો.

સમારંભમાં ઉપસ્‍થિત મહાનુભાવોમાં શ્રી દિપક ચોપરા, સુશ્રી નિના જૈન , સુશ્રી રિતુ, સુશ્રી શિલ્‍પા નાયક, શ્રી  શુભ્ર માથુર, સુશ્રી વંદના ગાંધી, સુશ્રી માનસી ધારને, સુશ્રી મૃદુતા મેરવાના તથા CEO  શ્રી રાજ દેસાઇનો સમાવેશ થતો હતો. ઉપરાંત ઇન્‍ડિયન અમેરિકન વ્‍યવસાયિક આગેવાનો, મિલપિટાસ મેયર વાઇસ મેયર, કાઉન્‍સીલ મેમ્‍બર, કયુપરટીનો કાઉન્‍સીલ મેમ્‍બર સુશ્રી સવિતા વૈધનાથન, તથા સર્ટોગોગ કાઉન્‍સીલ મેમ્‍બર શ્રી રિષીકુમાર સહિતનાઓએ હાજરી આપી હતી.

શ્રી રાજ દેસાઇએ  ICC સંચાલિત વિવિધ પ્રવૃતિઓનો અહેવાલ આપ્‍યો હતો.

(10:03 pm IST)