Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

અમેરિકામાં કહેર મચાવનાર ફલોરેન્‍સ વાવાઝોડાના અસરગ્રસ્‍તોની વહારે ‘‘ સેવા ઇન્‍ટરનેશનલ'': હોટલાઇન નંબર ઉપર ફોન મળતા જ તુરંત સ્‍થળ ઉપર મદદ પહોંચાડશે

કેરોલિના : અમેરિકામાં નોર્થ કેરોલિના, સાઉથ કેરોલિના  તથા વર્જીનીઆમાં અસરગ્રસ્‍તોની વહારે ‘‘ સેવા ઇન્‍ટરનેશનલ'' એ પહોંચવાનું નકકી કર્યુ છે. આ માટે સરકારી તંત્ર સાથે વાટાઘાટો કરી દીધી છે.

સેવા ઇન્‍ટરનેશનલના ડીરેકટર ઓફ ડીઝાસ્‍ટર રિલીફ સ્‍વદેશ કટોચએ જણાવ્‍યા મુજબ ઉપરોકત  વાવાઝોડા ગ્રસ્‍ત ત્રણે સ્‍ટેટમાં સ્‍ટેટમાં ઇન્‍ડિયન અમેરિકનોની વસતિ સારી એવી સંખ્‍યામાં  છે તેમને  તથા અન્‍યોને મદદરૂપ થવા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.  આ ત્રણે સ્‍ટેટમાં જીવન જરૂરી વસ્‍તુઓના પુરવઠાનો અભાવ થઇ ગયો હોવાથી અસરગ્રસ્‍તોને તાત્‍કાલિક કુમક પહોંચાડવામાં આવશે.

આ માટે સેવા ઇન્‍ટરનેશનલએ હોટ લાઇન નંબર 413-648-SEVA (7392) નકકી કરાવ્‍યો છે. જેના ઉપર ફોન આવતા તુરંત સ્‍થળ ઉપર મદદ પહોંચાડાશે જે માટે કેરોલિના, વર્જીનીયા તથા મેરીલેન્‍ડ સ્‍થિત સ્‍થાનિક સેવા ઇન્‍ટરનેશનલ દ્વારા મંદિરો તથા સંગઠનો સાથે મળીને સેવાકીય કાર્ય માટે મદદ કરવા તૈયારી શરૂ કરી દેવાઇ છે તેવું  IAN દ્વારા જાણવા મળે છે.

(10:01 pm IST)