Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

' બ્યુટીફૂલ ઇન્ડિયા ' : યુ.એસ.માં ઇન્ડિયન એશોશિએશન ઓફ નોર્થ ટેક્સાસ (IANT) ના ઉપક્રમે બાળકો માટે પેઇન્ટિંગ સ્પર્ધાનું આયોજન કરાયું : 23 જુલાઈના રોજ ' મારુ સુંદર ભારત ' વિષય પર આયોજિત સ્પર્ધામાં 150 બાળકોએ ભાગ લીધો : વિજેતા બાળકોને 20 ઓગસ્ટના રોજ હ્યુસ્ટન ખાતેના ભારતના કોન્સ્યુલ જનરલના હસ્તે ઇનામો અપાશે

ટેક્સાસ : ' બ્યુટીફૂલ ઇન્ડિયા '.યુ.એસ.માં ઇન્ડિયન એશોશિએશન ઓફ નોર્થ ટેક્સાસ (IANT) ના ઉપક્રમે બાળકો માટે પેઇન્ટિંગ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. 23 જુલાઈના રોજ ' મારુ સુંદર ભારત ' વિષય પર breckinridge park ricordson ના વિશાળ પાર્કમાં આયોજિત સ્પર્ધામાં 150 બાળકોએ ભાગ લીધો હતો. વિજેતા બાળકોને 20 ઓગસ્ટના રોજ આયોજિત આનંદ બજાર કાર્યક્રમ વખતે હ્યુસ્ટન ખાતેના ભારતના કોન્સ્યુલ જનરલના હસ્તે ઇનામો અપાશે .અને આ ચિત્રો આનંદ બજારમાં ડિસ્પ્લે કરાશે .

તમે ભારતની છેલ્લે મુલાકાત લીધી હોય તે ધ્યાનમાં રાખીને પોસ્ટર અને પેઇન્ટિંગ તૈયાર કરવા જણાવેલ .બાળકોએ ખુબ જ ઉત્સાહથી આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.બાળકોને પાણી ,નાસ્તો અને બીજી વસ્તુઓ સંસ્થા તરફથી પુરી પાડવામાં આવેલ .સંસ્થાના વાઇસ પ્રેસિડન્ટ શ્રી દીપકભાઈ હૂડાએ સહુ વોલન્ટીયર ,કમિટી તથા બાળકોના કુટુંબીજનોનો આભાર માનેલ તેવું શ્રી સુભાષ શાહની યાદી જણાવે છે.

 

(12:04 pm IST)