Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

ભારતના પૂર્વ વડાપ્રધાન અટલજીને મોરેશિયશ સરકારની અનોખી શ્રધ્‍ધાંજલીઃ દેશનું સૌથી મોટુ સાયબર ટાવર હવેથી અટલ બિહારી વાજપેયી ટાવર તરીકે ઓળખાશે

ન્‍યુ દિલ્‍હીઃ ભારતના પૂર્વ વડાપ્રધાન તથા અજાતશત્રુ તરીકે સુવિખ્‍યાત, ભારત રત્‍ન ઇલ્‍કાબથી સન્‍માનિત અટલ બિહારી વાજપેયીના અવસાન નિમિતે દેશ વિદેશોમાંથી શ્રધ્‍ધાંજલી આપવામાં આવી રહી છે. જે બધાની વચ્‍ચે ખૂબ ધ્‍યાન ખેંચનારી તથા આકર્ષક શ્રધ્‍ધાંજલી મોરેશિયસ સરકારે આપી છે.

જે મુજબ મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જગન્નાથે જાહેરાત કરી કે, અહીંનું સૌથી મોટું સાયબર ટાવર હવે અટલ બિહારી વાજપેયી ટાવર તરીકે ઓળખાશે .

મોરેશિયસના પાટનગર પોર્ટ લુઈમાં 11માં વિશ્વ હિન્દી સંમેલનની શરૂઆત શનિવારથી થઈ છે. વડાપ્રધાન પ્રવિંદ કુમારે આ કાર્યક્રમાં કહ્યું કે, હવેથી સાયબર ટાવરને અટલ બિહારી વાજપેયી ટાવરના નામે ઓળખવામાં આવશે. આ કાર્યક્રમની શરૂઆતમાં જ અટલજીને શ્રદ્ધાજંલિ આપવામાં આવી છે અને તેમને યાદ કરવામાં આવ્યા છે.

16 ઓગસ્ટના સાંજે વાજપેયીના અવસાન થતાં જ મોરેશિયસના વડાપ્રધાન પ્રવીણ કુમાર જગન્નાથે વડાપ્રધાન મોદીને પત્ર લખીને શોક વ્યક્ત કર્યો હતો અને દિવગંત નેતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.હાલમાં મોરેશિયસ 11માં વિશ્વ હિન્દી સંમેલનનું નેતૃત્વ કરી રહ્યું છે. જેના માટે વડાપ્રધાન જગન્નાથે અટલજીને યાદ કરતાં કહ્યું કે, તેઓ હિન્દી ભાષામાં સારું પ્રભુત્વ ધરાવતાં હતા અને તેમના ભાષણમાં અને કવિતાઓમાં તે સ્પષ્ટ રીતે જોવા મળતં હતું. સાથે જ તેમને અટલજીને એકતા અને ઇતિહાસની સાથે જોડનાર અને સાંસ્કૃતિક મુલ્યોને સમજનાર વ્યક્તિ ગણાવ્યા છે.

(8:32 pm IST)