Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

UAEમાં અબુધાબી ખાતેના બેંક કર્મચારી ભારતીય મૂળના જાબર કેપીનો મૃતદેહ શબઘરમાંથી મળી આવ્‍યોઃ છેલ્લા સાત દિવસથી લાપતા જાબરના મૃત્‍યુનું કારણ પોસ્‍ટ મોર્ટમ રિપોર્ટ આવ્‍યા બાદ જાણી શકાશે

 અબુધાબીઃ UAEમાં અબુધાબી ખાતે છેલ્લા ૯ વર્ષથી સ્‍થાયી થયેલા તથા બેંકમાં નોકરી કરતા કેરાળાના વતની જાબર કેપીનો મૃતદેહ ગઇકાલે શબઘરમાં અજાણી વ્‍યક્‍તિના મૃતદેહ તરીકે મળી આવ્‍યો હતો. જે તેના ભાઇએ ઓળખી બતાવ્‍યો હતો. મૃતક જાબર છેલ્લા એક અઠવાડિયાથી ગૂમ હતો. જેની લાશ મુસ્‍સાફાહ ઇન્‍ડસ્‍ટ્રીઅલ એરીયામાંથી મળી આવતા તે શબઘરમાં રાખવામાં આવી હતી. તેના મૃત્‍યુનું કારણ પોસ્‍ટમોર્ટમ રિપોર્ટ બાદ જાણી શકાશે. જાબરનો ભાઇ કે જે પણ બેંકમાં જ નોકરી કરે છે. તેણે જણાવ્‍યા મુજબ જાબરને કોઇની સાથે દુશ્‍મનાવટ નહોતી તેના અચાનક મૃત્‍યુથી હતપ્રભ થઇ ગયેલા તેના ભાઇએ નિવેદન આપ્‍યુ હતું. જાબરના પરિવારમાં પત્‍ની તથા બે બાળકો છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:14 pm IST)
  • સંજીવ ભટ્ટની સિકયુરીટી પાછી ખેંચી : પૂર્વ આઈપીએસ અધિકારી સંજય ભટ્ટને આપવામાં આવેલ સિકયુરીટી અચાનક આજે સવારે પાછી ખેંચી લેવામાં આવી access_time 5:59 pm IST

  • મનાલીમાં વાદળ ફાટયુ : અડધો ડઝન વાહનો દટાયાઃ કુલુ-મનાલી નેશનલ હાઇવે બંધઃ ભારે તબાહીઃ જો કે જાનહાની નથી access_time 4:13 pm IST

  • આઈએએસ અધિકારીઓ પર કેન્દ્ર સરકારનું દબાણ:રાજ્ય સરકારના પગલાં અને નિર્ણયોને અવરોધવા આઈએએસ અધિકારીઓ પર કેન્દ્ર સરકાર દબાણ કરતી હોવાનો દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાનો આક્ષેપ access_time 1:02 am IST