Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

યુ.એસ.ના ઓહિયોમાં મળેલું AAPI નું ૩૬ મું વાર્ષિક સંમેલન સંપન્નઃ પ્રેસિડન્ટ તરીકે ડો. નરેશ પરીખનો સોગંદવિધિ કરાયો

ઓરિયોઃ યુ.એસ.માં  '' અમેરિકન એશોશિએશન  ઓફ ફીઝીશીઅન્શ ઓફ ઇન્ડિયન ઓરીજીન'' (AAPI)નું ૩૬ મું વાર્ષિક સંમેલન તાજેતરમાં ગ્રેટર કોલમ્બસ કન્વેન્શન હોલ, કોલંબસ, ઓહિયો મુકામે ૭ જુલાઇ ર૦૧૮ ના રોજ  યોજાઇ ગયું. જેમાં સમગ્ર યુ.એસ.માંથી  ૧૭૦૦ જેટલા ડેલીગેટસએ હાજરી આપી હતી.

સંમેલનમાં AAPI પ્રેસિડન્ટ તરીકે કાર્ડિયોલોજીસ્ટ, એન્ટર પ્રિનીઅર લીડર તથા કોમ્યુનીટી એકટીવિસ્ટ ડો. નરેશ  પરીખના નામની ઘોષણાને સહુએ  ઉમળકાભેર વધાવ

ી લીધી હતી. આ  તકે તેમની સાથેની  એકઝીકયુટીવ કમિટીના મેમ્બર્સનો સોગંદ વિધિ યોજાયો હતો. આ કમિટિમાં  પ્રેસિડન્ટ પરીખ સાથે પ્રેસિડન્ટ ઇલેકટેડ તરીકે ડો. સુરેશ રેકી, વાઇસ પ્રેસિડન્ટ તરીકે ડો. સુધાકર જોનાલાગડ્ડા, સેેક્રેટરી તરીકે ડો. અનુપમા ગોરી મુકૂલા, ટ્રેઝરર તરીકે ડો. અંજના સમદર, તથા બોર્ડ ઁટ્રસ્ટી ચેરમેન તરીકે  ડો.  અજીત કોઠારીનો સોગંદવિધિ કરાયો હતો.

પ્રેસિડન્ટ ડો. નરેશ પરીખે પ્રાસંગિક ઉદબોધનમાં AAPI નો વ્યાપ છેવાડાના  વિસ્તારો સુધી  વધારી મેમ્બરશીપ વધારવાનો કોલ આપ્યો હતો. જે માટે પોતાનો સમય,શકિત, તથા અનુભવનો લાભ આપશે તેમ જણાવ્યું હતુ. તથા આગામી વર્ષ '' ઇયર ઓફ પ્રોગ્રેસ એન્ડ બેલેન્સ'' તરીકે  વીતાવાશે તેમ ઉમેર્યુ હતુ.

તેમેણ પોતાના  પૂરોગામી ડો. ગૌતમ સમદર એ આપેલી સેવાઓની નોંધ લઇ તેમનામાંથી પ્રરણા મેળવી કામ આગળ ધપાવશે તેમ જણાંવ્યુ હતુ.  તથા છેલ્લા ૩૭ વર્ષથી  AAPI દ્વારા  કરાતી સવાકીય પ્રવૃતિઓ આગળ ધપાવશે તેમ ઉમેર્યુ હતુ.ં

આ તકે ન્યુયોર્ક ખાતેના ભારતના કોન્સ્યુલ જનરલ શ્રી સંદીપ ચક્રવર્થી, ડો. પારદા નંદી, ડો. અશોક જૈન, સહિતનાઓએ  પ્રાસંગિક ઉદબોધનો કર્યા હતા. તથા જુદા જુદા ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર મેમ્બર્સનું બહુમાન કર્યુ હતુ. જેમા ડો. અતુલ મહેતા, ડો. અમિત ચક્રવર્થી, ડો. જય ભટૃ, ડો. રાહુલ દોમાનિયા સહિતનાઓનો સમાવેશ થયો હતો. ડો. કાનુજ પટેલ તથા ર્ડો. અમુ સુશીલા વિજેતા તરીકે ઘોષિત કરાયા હતાં.

ડો. પરિખે આગામી ર૮ થી ૩૦ ડીસે. ર૦૧૮ દરમિયાન મૂંબઇમાં યોજાનારી ગ્લોબલ  હેલ્થકેર શિબિર વિશે જાણ કરી હતી. તથા આગામી વર્ષે ૩ જુલાઇ થી ૭ જુલાઇ ર૦૧૯ દરમિયાન એટલાન્ટા જયોર્જીયા મુકામે યોજાનારા ૩૭ માં વાર્ષિક સંમેલનમાં હાજરી આપવા સહુને આમંત્રિત કર્યા હતા.

વિશેષ માહિતી માટે www.convention.org  દ્વારા સંપર્ક સાધવા શ્રી અજય ઘોષની યાદીમાં જણાવાયું છે.

(10:53 am IST)