Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

USCIS ની નવી વિઝા પોલિસી : U વિઝા ધરાવતા લોકોને કામ કરવાનો અધિકાર અપાશે : ઘરેલુ હિંસા ,હ્યુમન ટ્રાફિકિંગ ,બળાત્કાર ,સહીત શારીરિક અથવા માનસિક ત્રાસનો ભોગ બનેલાઓને કામ કરવાનો અધિકાર આપવાની જોગવાઈ

વોશિંગટન : યુ.એસ.સીટીઝન એન્ડ ઇમિગ્રેશન સર્વિસ ( USCIS ) એ 14 જૂનના રોજ કરેલી ઘોષણા મુજબ U વિઝા ધરાવતા લોકોને કામ કરવાનો અધિકાર અપાશે . જે અંતર્ગત આ વિઝા ધરાવતા લોકોને નવી વિઝા પોલિસીમાં ઘરેલુ હિંસા ,હ્યુમન ટ્રાફિકિંગ ,બળાત્કાર ,સહીત શારીરિક અથવા માનસિક ત્રાસનો ભોગ બનેલાઓને કામ કરવાનો અધિકાર આપવાની જોગવાઈ કરવામાં આવી છે.

આ માટે  U વિઝા ધરાવતા લોકોએ અરજીપત્રક I-198 ભરીને આપવાનું રહેશે. જેમાં પોતે કયા પ્રકારની હિંસાનો ભોગ બન્યા છે તેની વિગત આપવાની રહેશે. જે અંતર્ગત તેઓ ઘરેલુ હિંસા ,હ્યુમન ટ્રાફિકિંગ ,બળાત્કાર , શારીરિક અથવા માનસિક ત્રાસ સહીત ક્યા પ્રકારની હિંસાનો ભોગ બન્યા છે.તે દર્શાવવાનું રહેશે.

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી  U વિઝા ધરાવતા લોકોને કામ કરવાનો અધિકાર મેળવવામાં 5 વર્ષનો સમય લાગતો હતો. તેને બદલે હવે આ સમયગાળો દૂર થતા તેઓ વહેલાસર કામ ઉપર ચડી શકશે તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(6:42 pm IST)