Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

લાયન્સ ક્લબ ઇન્ટર નેશનલ કેલિફોર્નિયા ઇલેકટેડ ગવર્નર તરીકે જેમ્સ વર્ગીસની નિમણુંક : 1 જુલાઈથી હોદ્દો સંભાળશે

કેલિફોર્નિયા : લાયન્સ ક્લબ ઇન્ટર નેશનલ કેલિફોર્નિયા ઇલેકટેડ ગવર્નર તરીકે જેમ્સ વર્ગીસની નિમણુંક કરવામાં આવી છે.તેઓ 1 જુલાઈથી હોદ્દો સંભાળશે .

તેઓ પ્રથમ વાઇસ ડીસ્ટ્રીકટ ગવર્નર તરીકે જવાબદારી સંભાળી રહ્યા હતા.તેઓ જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવા સદાય તત્પર રહ્યા છે.ગવર્નર તરીકે હોદ્દો સંભાળ્યા બાદ કેલિફોર્નિયાના 42 ચેપટરમાં તેઓ નવા પ્રોજેક્ટ અમલી બનાવવા માંગે છે.

તેમની કામગીરીમાં સાથ આપવા માટે વાઇસ ડીસ્ટ્રીકટ ગવર્નર સહીત 20 કેબિનેટ ઓફિસર્સ તથા જુદી જુદી કમિટીઓના 50 ચેર પર્સન રહેશે.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(7:21 pm IST)