Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

OFBJP અમેરિકાએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, પાર્ટી પ્રેસિડન્ટ શ્રી અમિત શાહ સહિત તમામને અભિનંદન પાઠવ્યાઃ મોદી સરકારની પ્રથમ ટર્મની કામગીરીને ધ્યાને લઇ બીજી ટર્મમાં જંગી બહુમતિથી જીતાડવા બદલ મતદારો, તથા ભારત અને અમેરિકાના વોલન્ટીયર્સને બિરદાવ્યા

ન્યુયોર્કઃ OFBJP અમેરિકાએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, પાર્ટી પ્રેસિડન્ટ શ્રી અમિત શાહ, બીજેપી લીડર્સ, વોલન્ટીઅર્સ, OFBJP વોલન્ટીઅર્સ, પ્રથમવાર મતદાન કરનાર ભારતના યુવા સમુહ સહિત તમામને ભારતમાં ભાજપના ભવ્ય વિજય બદલ અભિનંદન પાઠવ્યા છે. તથા તમામ કાર્યકરો તથા આગેવાનોએ કરેલા સખત પુરૂષાર્થને બિરદાવ્યો છે. તથા મોદી સરકારની પ્રથમ ટર્મની કામગીરીને ધ્યાને લઇ બીજી ટર્મમાં પણ જંગી બહુમતિથી ચૂંટી કાઢવા બદલ આભાર માન્યો છે.

અમેરિકામાં પણ ચૂંટણી પહેલાના ૪ માસ  અગાઉથી જ OFBJP ટીમ તથા NRI ફોર મોદી ટીમ દ્વારા સો ઉપરાંત પ્રચાર કાર્યક્રમોના આયોજનો જુદા જુદા શહેરો તથા વિસ્તારોમાં કરાયા હતા. જેમાં ચાઇ પે ચર્ચા, કોલ એ થોન્સ, ચોકીદાર, માર્ચીસ, કાર રેલી, યજ્ઞ, મોબ ડાન્સ, સ્નો મોબાઇલ રેલી, ઘર ઘર મોદી સંપર્ક અભિયાન, સહિત વિવિધ પ્રોગ્રામોના આયોજનો કરાયા હતા. તથા ભારતમાં વસતા સ્નેહીજનો ઉપર લાખોની સંખ્યામાં ફોન કોલ્સ કરાવી ભાજને વિજયી બનાવવા મતદારોને વિનંતી કરાવાઇ હતી.

OFBJP પ્રેસિડન્ટ શ્રી ક્રિષ્ના રેડ્ડી અનુગૂલાએ શ્રી મોદીજીની પ્રથમ ટર્મની કામગીરીની સરાહના કરી હતી. વાઇસ પ્રેસિડન્ટ શ્રી અદાયા પ્રસાદ ઓર્ગેનાઇઝેશન સેક્રેટરી શ્રી વાસુદેવ પટેલ, સહિતના આગેવાનોએ ભારતના પ્રજાજનોએ ભાજપને જંગી બહુમતિથી જીતાડવાના નિર્ણયને બિરદાવ્યો હતો. તેવું શ્રી વાસુદેવ પટેલની યાદી જણાવે છે.

(8:05 pm IST)
  • કેન્દ્ર સરકારે વધુ ૧૫ ઉચ્ચ અધિકારીઓને ઘરે બેસાડી દીધા : કેન્દ્ર સરકારે કેન્દ્રીય અપ્રત્યક્ષ કર તથા કસ્ટમ બોર્ડના ૧૫ ઉચ્ચ અધિકારીઓને ફરજીયાત નિવૃત્ત કરી દીધા છેઃ આ અગાઉ પણ સરકારે આયકર વિભાગના ૧૨ અધિકારીઓને ઘરે બેસાડી દીધા હતાઃ આ બધા અધિકારીઓ ઉપર નિયમોની વિરૂદ્ધ કાર્ય કરવાનો આરોપ હતો access_time 3:54 pm IST

  • ડોકટરોની સલામતી અંગે સુપ્રિમકોર્ટમાં સુનાવણી : સરકારી હોસ્પિટલોમાં ડોકટરોની સલામતી અંગે સુપ્રિમકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાઇ રહી છે. access_time 1:04 pm IST

  • વહેલી સવારે ૩.૪૯ કલાકેઃ આંદામાન-નિકોબાર ટાપુઓમાં ૪.૯ રીકટર સ્કેલના જોરદાર આંચકાઃ કેન્દ્ર આંદામાન ટાપુઓઃ અહીં અવારનવાર ભૂકંપના ઝાટકા આવતા રહે છેઃ લોકો ભર નિંદરમાં હતા ત્યારે વહેલી સવારે આંચકા આવતા બેબાકળા બની ભાગવા લાગેલ, કોઈ જાનહાની નથીઃ આ પહેલા નિકોબાર ટાપુઓમાં ૪.૭ રીકટર સ્કેલના આંચકા આવેલ access_time 11:28 am IST