Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

અમેરિકામાં ભારતીય મુળના પરિવાર પર અંધાધુંધ ગોળીબાર : ૪ ના મોત

મૃતકો આંધ્ર પ્રદેશના ગંટુર જિલ્લાના તસુંદુરના રહેવાસી હતા

વોશિંગ્ટન તા ૧૮ : અમેરિકાના લોવા સ્ટેટના વેસ્ટ ડેસ મોઇનેસ સિટીમાં અજાણ્યા હુમલાખોરોએ ઘરમાં ઘુસીને ભારતીયમુળના પરિવાર પર ગોળીઓ વરસાવી હતી, જેમાં ચાર લોકોનો મોત થયાં હતા. શનિવાર સવારે બનેલી ઘટનામાં પાડોશીઓએ પોલીસને જાણ કરતાં મામલો સામે આવ્યો હતો.

મૃતકોની ઓળખ ચંદ્રશેખર શંકરા (૪૪),લાવણ્ય શંકરા (૪૧),અને તેમના બે પુત્રો તરીકે થઇ છે, જેમની ઉંમર ૧૫ અને ૧૦ વર્ષ હતી. વેસ્ટ ડેસ મોઇનેસ પોલીસના જણાવ્યા મુજબ ઘટનાસ્થળ પર ઘણા રાઉેન્ડ ફાયરિંગ થયાના પુરાવા મળ્યા છે. હત્યાનુ કારણ હજી સુધી જાણી શકાયું નથી.

પ્રાપ્ત માહીતી મુજબ મૃતકો આંધ્ર પ્રદેશના ગંટુર જિલ્લાના તસુંદુરના રહેવાસી હતા. ચંદ્રશેખર વધુ અભ્યાસ માટે યુ.એસ. ગયા હતા અનેપરિવાર સાથે ત્યાં સ્થાયી થયા હતા.

પોલીસના જણાવ્યા મુજબ ચંદ્રશેખર શંકરા છેલ્લા ૧૧ વર્ષથી લોવા ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેફટીના ટેકનોલોજી સર્વિસ બ્યુરોમાં કામ કરતા હતા. તેમનો પરિવાર આ ઘરમાં ગયા માર્ચ મહિનાથી રહેતો હતો. ઘટના બાદ મૃતકોના સબંધીઓ, મિત્રો અને સહકર્મીઓ ડરેલા છે.

(11:39 am IST)