Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

યુ.એસ.ના મેનહટન સિટી કમિશનર તરીકે ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી ઉષા રેડ્ડીએ ઉમેદવારી નોંધાવી : સતત બે ટર્મથી ચૂંટાઈ આવતા સુશ્રી રેડ્ડી ત્રીજી ટર્મમાં પણ સેવા કરવા આતુર

કેન્સાસ : યુ.એસ.ના કેન્સાસમાં  આવેલા મેનહટન સિટી કમિશનર તરીકે ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી ઉષા રેડ્ડીએ ઉમેદવારી નોંધાવી છે. સતત બે ટર્મથી ચૂંટાઈ આવતા સુશ્રી રેડ્ડી ત્રીજી ટર્મમાં પણ સેવા કરવા આતુર હોવાનું જણાવે છે.

તેઓ સૌપ્રથમ વખત  2013 ની સાલમાં ચૂંટાઈ આવ્યા હતા. બાદમાં ફરી 2017 ની સાલમાં પણ તેઓ ઉપરોક્ત પદ ઉપર વિજેતા થયા હતા. અને હવે જો ફરીથી ચૂંટાઇ આવશે તો આગામી ટર્મ તેમની ત્રીજી ટર્મ હશે.
 
તેમણે 2016-2017 અને 2020 માં મેયર તરીકે  પણ સેવા આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે તેઓ  મેનહટનના લોકોની સેવા કરવામાં આનંદ અનુભવે છે અને તેમ કરવાનું ચાલુ રાખવા માંગે છે .

તેમણે જણાવ્યું હતું કે નવા મનોરંજન કેન્દ્રો, રાષ્ટ્રીય બાયો અને એગ્રો-ડિફેન્સ સુવિધાની રચના અને પવની મેન્ટલ હેલ્થ ખાતે કટોકટી સ્થિરીકરણ એકમની સ્થાપના સહિતના શહેરના સમુદાય પ્રોજેક્ટ્સ પર તેમને ગર્વ છે.

તેઓ  સમુદાયના માનસિક સ્વાસ્થ્યના પ્રશ્નો પર પણ  સખત મહેનત કરી રહ્યા છે.

ઉમેદવારી પત્રક ભરવાની છેલ્લી તારીખ  1 જૂન છે. સામાન્ય ચૂંટણી નવે. 2 ના રોજ થશે.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(8:43 pm IST)
  • વિખ્યાત કથાકાર પૂ. મોરોરિબાપુએ વાવાઝોડામાં અસરગ્રસ્ત વિસ્તારોની સહાય માટે 50 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. access_time 11:02 pm IST

  • આજે પણ રાજકોટ શહેર - જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ માં ભારે રાહત : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 187 અને ગ્રામ્યના 103 કેસ સાથે કુલ ફક્ત 290 નવા કોરોના ના કેસ નોંધાયા access_time 7:49 pm IST

  • હવામાન ખાતાએ મોડી રાત્રે જાહેર કર્યા મુજબ સાયક્લોન તૌકતેની આખી આંખ (કેન્દ્ર) હવે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો વટાવી ને પૂર્ણતઃ જમીન પર આવી ગયું છે. ચક્રવાતનો પૂછડીયો (પાછળનો) ભાગ હવે જમીન પર પ્રવેશી રહ્યો છે. અત્યંત તીવ્ર ચક્રવાત તોફાન તૌકતે, જમીન પર પ્રવેશ્યા બાદ થોડો નબળો પડીને તીવ્ર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થયું છે અને 17 મી મેના રોજ રાત્રે 11:30 વાગ્યે સૌરાષ્ટ્રમાં દીવથી આશરે 30 કિમી ઉત્તર-પૂર્વમાં કેન્દ્રિત હતું અને આગળ વધી રહ્યું છે. access_time 1:43 am IST