Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

યુ.એસ.માં સિસેટ સ્કૂલ બોર્ડ ઓફ એજ્યુકેશનની ચંૂટણી ૨૧મે ૨૦૧૯ના રોજઃ આ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનાર ઇન્ડિયન અમેરિકન મહિલા ડો.ઉઝમા સૈયદને વિજયી બનાવવા સાઉથ એશિઅન કોમ્યુનીટી લીડર શ્રી દિલીપ ચૌહાણની અપીલ

ન્યુયોર્કઃ યુ.એસ.માં સિસેટ સ્કૂલ બોર્ડ ઓફ એજ્યુકેશનની ૨૧મે ૨૦૧૯ના રોજ યોજાનારી ચૂંટણીમાં ઇન્ડિયન અમેરિકન મહિલા ડો.ઉઝમા સૈયદએ ઉમેદવારી નોંધાવી છે. જેઓને સાઉથ એશિઅન કોમ્યુનીટી લીડર સાઉથ એશિઅન ચેમ્બર ઓફ કોમર્સ પ્રેસિડન્ટ, તથા નાસાઉ કાઉન્ટી માઇનોરીટી અફેર્સના પૂર્વ ડેપ્યુટી કન્ટ્રોલર ઇન્ડિયન અમેરિકન શ્રી દિલીપ ચૌહાણએ સમર્થન ઘોષિત કર્યુ છે. તથા તેઓને બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ અપાવવા માટેની ધગશ ધરાવતા અગ્રણી કોમ્યુનીટી લીડર ગણાવ્યા છે.

શ્રી ચૌહાણે ઉમેર્યુ હતું કે ડો.ઉઝમાએ સ્ટુડન્ટસ માટે કોલેજ તથા વર્કફોર્સમાં મદદરૂપ થાય અને શ્રેષ્ઠ કારકિર્દી બનાવી શકે તેવી નોનપ્રોફિટ Align us Inc બનાવી છે. તથા તેઓ દરેક સમયે સ્ટુડન્ટસના શૈક્ષણિક માસ કાર્યરત જોવા મળ્યા છે. તેમને નાસાઉ કાઉન્ટી વિધાનસભાએ ૨૦૧૯ની સાલનો ''વુમન ઓફ ડીસ્ટીન્કશન ટ્રેઇલ બ્લેઝર એવોર્ડ'' આપી સન્માનિત કરેલા છે. ઉપરાંત તેમને સુશ્રી સુષ્મિતા સેનના હસ્તે સુપ્રતિષ્ઠિત ગણાતો ''સાઉથ એશિઅન વુમન્સ એમ્પાવરમેન્ટ એવોર્ડ'' એનાયત થયેલો છે. તેઓ સમાજ પાસેથી મેળવેલું સમાજને અર્પણ કરનાર છે તેમ જણાવ્યું હતુ.ં

ડો.ઉઝમાએ પોતે સિસેટ સ્કૂલ ડીસ્ટીકટનું ઘડતર હોવાનું જણાવી તમામ કોમ્યુનીટીના સ્ટુડન્ટસને શ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા ગણાવી છે. જેમાં પોતે સ્ટુડન્ટસને સલામત શિક્ષણ માટે તથા તેઓના શારિરીક, માનસિક, તેમજ સામાજીક વિકાસ માટે કાર્યરત રહેવા ઉત્સુક હોવાનું જણાવ્યું છે. તથા પોતાના નોનપ્રોફિટ Align us ની મદદથી ટેકસનું ભારણ ઘટાડી સ્ટુડન્ટસને સફળતા અપાવવા ઉત્સુક હોવાનું જણાવ્યું છે.

૨૧મે ૨૦૧૯ના રોજ યોજાનારી ચૂંટણીના બેલેટ પેવર ઉપર ડો.ઉઝમા સૈયદનું નામ ચોથા ક્રમે છે. જેઓને મત આપી વિજયી બનાવવા શ્રી દિલીપ ચૌહાણએ અપીલ કરી છે. તેવું તેમની યાદીમાં જણાવાયું છે.

(8:37 pm IST)