Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

''ગાંધી ગોઇંગ ગ્લોબલ ૨૦૧૯'': મહાત્મા ગાંધીના ૧૫૦મા જન્મજયંતિ વર્ષ નિમિતે અમેરિકાના ન્યુજર્સીમાં ૨૪થી ૨૬મે દરમિયાન યોજાનારો ભવ્ય પ્રોગ્રામઃ ગાંધીઅન સોસાયટી ઓફ ન્યુજર્સી આયોજીત ત્રિદિવસિય પ્રોગ્રામ અંતર્ગત ગાંધી ફિલોસોફી તથા ગાંધીઝમને વિશ્વ વ્યાપ્ત બનાવવાનો હેતુઃ ગાંધી મ્યુઝીયમ, ગાંધી મેમોરીઅલ, સાબરમતી આશ્રમ સહિતની સ્મૃતિઓની પ્રતિકૃતિ દર્શાવાશેઃ મહાત્મા ગાંધીના જીવન ઉપર આધારિત ફિલ્મો, ડોકયુમેન્ટરી, ઉદબોધન, લાઇવ એન્ટરટેઇનમેન્ટ, ખાદી હેન્ડીક્રાફટ પ્રદર્શન સહિતના આયોજનોઃ વિશ્વભરમાંથી આમંત્રિતો તથા અનુયાયીઓ ઉમટી પડશે

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ યુ.એસ.ના ન્યુજસીમાં ન્યુજર્સી કન્વેન્શન એન્ડ એક્ષ્પોઝીશન સેન્ટર, ૯૭, સનફિલ્ડ એવન્યુ, એડિસન, ન્યુજર્સી મુકામે આગામી ૨૪થી ૨૬મે ૨૦૧૯ દરમિયાન ઇન્ડિયન અમેરિકન કોમ્યુનીટી ઓફ નોર્થ અમેરિકાના ઉપક્રમે ''ગાંધી ગોઇંગ ગ્લોબલ ૨૦૧૯'' પ્રોગ્રામનું આયોજન કરાયું છે. જેમાં તમામ આમંંત્રિતો માટે વિનામૂલ્યે પ્રવેશ છે.

વર્તમાન સમયમાં પણ ગાંધી ફિલોસોફી તથા ગાંધીઝમ સમગ્ર વિશ્વ માટે જરૂરી છે તેથી મહાત્મા ગાંધીના વિચારો તથા આદર્શો વિશ્વ વ્યાપ્ત બનાવવા માટે નોન પોલિટિકલ તથા નોન પ્રોફિટ ગાંધીઅન સોસાયટી ન્યુજર્સી યુ.એસ.એ આયોજીત આ ત્રિદિવસિય પ્રોગ્રામમાં જુદા જુદા દેશોમાંથી મહાત્મા ગાંધીના અનુયાયીઓ હાજરી આપશે. જે માટે આ સોસાયટીના સ્થાપક શ્રી ભદ્દ બુટાલા તથા કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.

મહાત્મા ગાંધીના  ૧૫૦મા જન્મ જયંતિ વર્ષની ઉજવણી નિમિતે ગાંધીઅન સોસાયટી આયોજીત આ પ્રોગ્રામના સહ આયોજકો તથા સમર્થકો તરીકે ઇટર્નલ ગાંધી આદિત્ય બિરલા ગૃપ, ગાંધી રિસર્ચ ફાઉન્ડેશન ઇન્ડિયા ગાંધી સ્મૃતિ એન્ડ દર્શન સમતિ ઇન્ડિયા શ્રી આલ્બર્ટ જસાણી, શ્રીમુકુંદ ઠાકર શ્રી દિગ્વીજય ''ડેન્ની'' ગાયકવાડ શ્રી પિયુષ પટેલ, શ્રી ગિરિશ સોની, શ્રી દિપક શાહ, શ્રીકનુભાઇ પટેલ, ડો.જયેશ પટેલ (જર્સી સીટી) તથા શ્રી પંકજ શેઠ  સહિતનાઓનો સહકાર સાંપડશે. ઉપરાંત આ પ્રોગ્રામને સફળતા પૂર્વક સંપન્ન કરાવવા બહાર પડનારા સોવેનિઅરમાં પણ ડાયમન્ડ, પ્લેનિટમ, ગોલ્ડ, સિલ્વર, તથા બ્રોન્ઝ સ્પોનસર્સની વ્યવસ્થા કરવામાં આવી છે.

પ્રોગ્રામમાં હાજરી આપવા સમગ્ર વિશ્વમાંથી આમંત્રિત કરાયેલા મહેમાનોમાં આદિત્ય બિરલા ગૃપના સુશ્રી રાજશ્રી બિરલા, અમેરિકન એડવોકેટ શ્રી માર્ટીને લ્યુથર કિંગ ત્રીજા, ન્યુયોર્ક સીટી પૂર્વ મેયર શ્રી ડેવિડ ડિન્કીન્સ, કોમ્યુનીટી લીડર શ્રી દિગ્વીજય ''ડેન્ની'' ગાયકવાડ, પોલિટીકલ થિઓરીસ્ટ લોર્ડ ભીખુ પારેખ, ગુજરાત વિદ્યાપીઠના ચાન્સેલર સુશ્રી ઇલા ભટ્ટ, ગાંધી રિસર્ચ ફાઉન્ડેશનના શ્રી અશોક જૈન, તથા લાર્સન એન્ડ ટુબ્રોના શ્રી અનિલ એમ.નાયક સહિતના મહાનુભાવોનો સમાવેશ થાય છે પ્રોગ્રામના ચેરમેન તરીકે ડો.નવીન સી.મહેતા હાજર રહેશે. તથા કો.ચેર તરીકે શ્રી કેન્ની દેસાઇ હાજરી આપશે.

ત્રિદિવસિય પ્રોગ્રામ અંતર્ગત દર્શાવાનારી પ્રતિકૃતિઓમાં ૨૪ હજાર સ્કવેર ફીટ મ્યુઝીયમ, ગાંધી મેમોરીઅલ, તથા લિટરેચર સાબરમતી આશ્રમ, નેશનલ ગાંધી ન્યુઝીયમ, દર્શાવાશે ઉપરાંત લાઇવ એન્ટરટેઇનમેન્ટ, મહાત્મા ગાંધીના જીવન ઉપર આધારિત ફિલ્મો, ઉદબોધનો, ખાદી, હેન્ડીક્રાફટસ, તથા કલ્ચરલ આઇટમ્સ પ્રદર્શન, ફ્રી મેડીકલ કેમ્પ, તથા અમેરિકન સોસાયટી માટે યોગદાન આપનાર ડો.માર્ટીન લ્યુથર કિંગને શ્રધ્ધાંજલી અપાશે. તેવું શ્રી ભદ્દ બુટાલાની યાદી જણાવે છે. વિશેષ માહિતિ માટે શ્રી મુકેશ કાશીવાલા ૯૦૮-૨૦૮-૫૪૫૫, ગાંધીઅન સોસાયટી ૭૩૨-૪૦૭-૫૦૧૩, અથવા શ્રી ભાવેશ દવે ૮૪૮-૫૬૫-૫૨૮૨ શ્રી કિલોલ બુટાલા ૬૪૬-૫૫૨-૬૪૪૩ દ્વારા અથવા www.gandhiansociety.org દ્વારા સંપર્ક સાધી શકાશે.

(8:32 pm IST)