Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

ર૦૧૮ ની સાલના પરાજીત ઉમેદવાર ઇન્ડિયન અમેરિકન શ્રી કુલકર્ણી ર૦ર૦ ની સાલ માટે ફરીથી મેદાનમાં : ટેકસાસના રરમાં કોંગ્રેશ્નલ ડીસ્ટ્રીકટમાંથી વિજેતા થવાની ઉમ્મીદ

ટેકસાસ  : યુ.એસ.માં ર૦ર૦ ની સાલમાં યોજાનારી ચૂંટણીઓમાં ટેકસાસના રર મા કોંગ્રેશ્નલ ડીસ્ટ્રીકટમાંથી ર૦૧૮ ની સાલના પરાજીત ઉમેદવાર ડેમોક્રેટ ઇન્ડિયન  અમેરિકન શ્રી કુલકર્ણીએ ફરીથી ચૂંટણી લડવાનું નકકી કર્યુ છે. જે અંગે તેમણે ૪ એપ્રિલના રોજ ઇચ્છા વ્યકત કરી છે.

ર૦૧૮ ની સાલમાં તેઓ  રિપબ્લીકન ઉમેદવાર સામે ૧૪ હજાર મતોથી પરાજીત થયા હતા.  આ વખતે તેઓ નવા નોંધાયેલા મતદારો તથા અનરજીસ્ટર્ડ મતદારો કે જેઓની સંખ્યા ૭૦ હજાર જેટલી છે તથા તેઓ મત આપી શકે છે તેવો સર્વે કરી આ મતદારોનો વ્યકિતગત સંપર્ક કરી વિજેતા બનવાની ખ્વાહિશ ધરાવે છે. તેવું સમાચાર સુત્રો દ્વારા જાણવા મળે છે.

(9:04 pm IST)