Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

‘‘eBay'': ગ્‍લોબલ કોમર્સ કંપનીના ટિકિટિંગ માર્કેટ પ્‍લેસ ડીવીઝન સ્‍ટબહબના પ્રેસિડન્‍ટ તરીકે સુશ્રી સુખીન્‍દર સિંઘ કેસિડીની નિમણુંકઃ રમે ૨૦૧૮થી હોદો સંભાળશે

ઓન્‍ટારિઓઃ ગ્‍લોબલ કોમર્સ કંપની eBayના ટિકિટિંગ માર્કેટ પ્‍લેસ ડીવીઝન સ્‍ટબહબના આગામી પ્રેસિડન્‍ટ તરીકે ઇન્‍ડિયન અમેરિકન બિઝનેસ એકઝીકયુટીવ સુશ્રી સુખીન્‍દર સિંઘ કેસિડીની પસંદગી થઇ છે. તેઓ ૨મે ૨૦૧૮ થી હોદો સંભાળશે.

સ્‍ટબહબ જુદા જુદા પ્રોગ્રામોની ટિકિટની ખરીદી તથા વેચાણ માટેનું વિશ્વસ્‍તરીય હબ છે. જેમાં ઉચ્‍ચ હોદા ઉપર સુશ્રીસિંઘએ સ્‍થાન મેળવ્‍યુ છે. તેઓ સ્‍ટ્રોંગ તથા ડાઇનેમિક લીડર તરીકે વર્ષોનો અનુભવ ધરાવે છે ભારતીય મૂળના માતા-પિતાની આ પુત્રીનો જન્‍મ દારેસ્‍લામ ટાન્‍ઝીઆમાં થયો હતો. તેમણે યુનિવર્સિટી ઓફ વેસ્‍ટર્ન ઓન્‍ટારિયોની રિચાર્ડ ઇવે સ્‍કૂલ ઓફ બિઝનેસમાંથી ગ્રેજ્‍યુએટની ડીગ્રી મેળવેલી છે તથા ગૂગલ કંપનીના એશિયા તેમજ અમેરિકાના બિઝનેસ ક્ષેત્રમાં પાંચ વર્ષ સુધી સેવાઓ આપેલી છે.

(9:24 pm IST)