Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

અમેરિકાના ઇન્‍ડિયાનામાં આવેલા શીખ ગુરૂદ્વારામાં બબાલઃ હોદેદારોની ચૂંટણી સમયે થયેલી આપસી બોલાચાલી મારામારીમાં પરિણમીઃ ઇજા પામેલા ૪ સભ્‍યોને હોસ્‍પિટલમાં દાખલ કરાયાઃ પોલીસ તપાસ ચાલુ

ઇન્‍ડિયાનાઃ યુ.એસ.માં ઇન્‍ડિયાના સ્‍ટેટના ઇન્‍ડિયાનાપોલિસ શહેરમાં આવેલા શીખ ગુરૂદ્વારામાં ગત રવિવારે હોદેદારોની ચૂંટણી સમયે ૧૫૦ જેટલા મેમ્‍બર્સ વચ્‍ચે આપસી બોલાચાલી અને મારામારી થતા ૪ સભ્‍યોને સામાન્‍ય ઇજા થઇ હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગુરૂદ્વારાના હોદેદારો પૈકી દર બે વર્ષે થતી ૩ હોદેદારોની નિવૃતિ અને ચૂંટણી પ્રસંગે અનુયાયીઓ વચ્‍ચે બોલાચાલી થઇ હતી. જે મારામારીમાં પરિણમી હતી. જેના કારણે ૪ સભ્‍યોને સામાન્‍ય ઇજાઓ થતા તેમને હોસ્‍પિટલમાં દાખલ કરાયા છે જયાંથી રજા મળ્‍યે તેમની સાથે પોલીસ ડીપાર્ટમેન્‍ટ વાતચીત કરશે. ગુરૂદ્વારામાં થયેલી આ બબાલનો વીડીયો પોલીસ દ્વારા જાપ્‍તા હેઠળ જોવાઇ રહ્યો છે તથા શું બન્‍યુ તેની હકીકતો મેળવાઇ રહી છે.

(9:31 pm IST)