Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

અમેરિકાના જ્યોર્જિયામાં વસતા ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટ્સની વહારે FIA GA : તમામ યુનિવર્સીટીઓ , કેમ્પસ ,અને સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઈઝેશન્સનો દૈનંદિન સંપર્ક : કોરોના વાઇરસના વ્યાપથી સ્ટુડન્ટ્સને બચાવવા ગુજરાતી સમાજ ,મંદિરો, હોટેલ્સ,મોટેલ્સ,અને વ્યક્તિગત રહેણાંકમાં રહેવા તથા જમવાની વ્યવસ્થા કરાશે


જ્યોર્જિયા : અમેરિકાના જ્યોર્જિયામાં આવેલા ઇન્ડિયન અમેરિકન એશોશિએશન્સને એક છત્ર હેઠળ સંગઠિત રાખી જ્યોર્જિયા તથા આજુબાજુના સ્ટેટમાં વસતા ભારતીયોની વધી રહેલી સંખ્યાને મદદરૂપ થવા માટે  ' ફેડરેશન ઓફ ઇન્ડિયન અમેરિકન્સ ઓફ જ્યોર્જિયા ( FIA GA ) કાર્યરત છે. જેના  ઉપક્રમે સોશિઅલ વેલ્ફેર પ્રવૃત્તિના ભાગ રૂપે સમગ્ર જ્યોર્જિયા તથા અલબામામાં આવેલી તમામ યુનિવર્સીટીઓ તથા સ્ટુડન્ટ ઓર્ગેનાઈઝેશન્સનો તેમના કેમ્પસ ખાતે કોરોના વાઇરસ સબંધે દિન પ્રતિદિન સંપર્ક સાધવામાં આવી રહ્યો છે. તથા તેઓને ભોજન ,રહેણાંક ,કે અન્ય કોઈ મદદની જરૂર હોય તો સેવા કરવાની તત્પરતા બતાવી છે.
આ સ્ટુડન્ટ્સને કોરોના વાઇરસથી બચાવવા માટે ગુજરાતી સમાજ ,ગોકુલધામ ,શક્તિ મંદિર ,તથા મેકોન ઉમિયા માતા મંદિરે રહેવા માટે જગ્યા ફાળવવાની ઉદાર ઓફર કરી છે. જે તમામનો ખુબ ખુબ આભાર .
ઉપરાંત અમારા સહયોગી અન્ય ઓર્ગેનાઈઝેશન્સ ,તેમજ વ્યક્તિઓએ પણ આ સ્ટુડન્ટ્સ માટે પોતાના રહેણાંક અથવા હોટેલ કે મોટેલમાં જગ્યા ફાળવી આપવાની ઓફર કરી છે.
અમે દરરોજ ભારતની  કોન્સ્યુલ કચેરીના અધિકારીઓનો પણ સંપર્ક કરતા રહીએ છીએ. જેમના થકી સ્ટુડન્ટ્સ કે અન્યોના  વિઝાને લગતા પ્રશ્નો અથવા ટ્રાવેલ વિઝાના લગતા પ્રશ્નો હોય તો મદદરૂપ થવા અનુરોધ કરીએ છીએ.

અમારી કોઈપણ જાતની મદદ કે સેવા માટે નિઃસંકોચ અમોને ઈમેલ contactfiaga@gmail.com  દ્વારા અથવા ઉપરોક્ત ઓર્ગેનાઈઝેશનના પ્રેસિડન્ટ કે ચેરમેનનો ડાયરેક્ટ સંપર્ક સાધી શકાય છે.તેવું FIA GA પ્રેસિડન્ટ ડો.વાસુદેવ પટેલની યાદી જણાવે છે.

(12:07 pm IST)