Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

" ચાઇ પે ચર્ચા ફોર નમો " : કેનેડાના ટોરોન્ટોમાં 23 માર્ચ 2019 ના રોજ ' NRI ફોર નમો ' ના ઉપક્રમે યોજાનારો પ્રોગ્રામ : અગાઉથી રજીસ્ટ્રેશન કરાવી લેનારને જ પ્રવેશ

ટોરોન્ટો : કેનેડામાં ' NRI ફોર નમો ' ના ઉપક્રમે 23 માર્ચ 2919 ના રોજ " ચાઇ પે ચર્ચા ફોર નમો " પ્રોગ્રામનું આયોજન કરાયું છે.

સેન્ટેનિયલ રીક્રીએશન સેન્ટર ,સ્કારબરો ,1967 એલ્લીસમેર રોડ ,ટોરોન્ટો M1H 2W5 ખાતે યોજાનારા આ પ્રોગ્રામનો સમય બપોરે 4 વાગ્યાથી સાંજના 5-30 કલાક સુધીનો રહેશે

અગાઉથી રજીસ્ટ્રેશન કરાવી લેનારને જ પ્રવેશ મળી શકશે જે માટે ઈમેલ nri4namocanada@gmail.com અથવા Eventbrite https//www.eventbrite.ca/e/chai-pe-charcha-nri4namo-tickets-58530115150 દ્વારા સંપર્ક સાધી શકાશે

પ્રોગ્રામ પૂર્ણ થયા બાદ ચાઇ તથા અલ્પાહારની વ્યવસ્થા રાખવામાં આવી છે.

આ કાર્યક્રમ અથવા હવે પછીના આગામી કાર્યક્રમોમાં આપ સમર્થન આપી જોડાવા માંગતા હો તો ઓર્ગેનાઇઝર્સ શ્રી નરેશ ચાવડા 6478956790 ,અથવા શ્રી નરેશ પટેલ 4168290445 અથવા શ્રી ધવલ વેદિયા 4168734791નો સંપર્ક સાધવા જણાવાયું છે.

 

(8:43 am IST)
  • પશ્ચિમ બંગાળમાં એકલે હાથે ચૂંટણી લડશે કોંગ્રેસ : માર્કસવાદી સામ્યવાદી પક્ષના ડાબેરી મોરચા સાથેની વાતો ગઈકાલે પડી ભાંગ્યા પછી પશ્ચિમ બંગાળ કોંગ્રેસે લોકસભાની ચૂંટણી પશ્ચિમ બંગાળમાં એકલા હાથે લડવાની જાહેરાત કરી છે access_time 3:54 pm IST

  • ફટાકડાનું ગોડાઉન સળગ્યુઃ ૪ માનવ જીવ ભસ્મીભૂત : ઉત્તરપ્રદેશના આજમગઢમાં કોતવાલી વિસ્તારમાં રવિવારે મોડી સાંજે હરાની ચૂંગી પાસે વેલ્ડીંગની દુકાનમાંથી તીખારો ઉડતા ફટાકડાના ગોડાઉનમાં આગ લાગી : આગમાં ૪ લોકોના મોત નિપજ્યા : અનેક લોકો દાઝયા : ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ દોડ્યુ access_time 3:44 pm IST

  • લોકસભા ચૂંટણી માટે પૂર્વોત્તર-દક્ષિણ ભારતમાં મહિલા મતદાતાની સંખ્યા પુરુષો કરતા વધુ :મતદારયાદી મુજબ પૂર્વોત્તર અને દક્ષિણ ભારતના નવ રાજ્યોમાં પુરુષોની તુલનાએ મહિલા મતદારોની સંખ્યામાં વધારે છે access_time 12:52 am IST