Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

કેનેડાએ 2019 ની સાલમાં 1 લાખ 39 હજાર ભારતીય સ્ટુડન્ટ્સને પ્રવેશ આપ્યો : છેલ્લા 2 વર્ષમાં 68 ટકાનો વધારો : અભ્યાસ દરમિયાન પાર્ટ ટાઈમ જોબની મંજૂરી : અભ્યાસ પૂરો થયા પછી નોકરી અને નાગરિકત્વ મળવાના ચાન્સ

કેનેડા :વધુ  અભ્યાસ માટે વિદેશ જતા ભારતીયોનો ઝોક કેનેડા પ્રત્યે વધી રહ્યો છે.જ્યાં અભ્યાસ દરમિયાન પાર્ટ ટાઈમ જોબની મંજૂરી હોવા ઉપરાંત  અભ્યાસ પૂરો થયા પછી નોકરી અને નાગરિકત્વ મળવાના ચાન્સ પણ વધુ છે.
તાજેતરમાં જાહેર થયેલા આંકડાઓ મુજબ કેનેડાએ 2019 ની સાલમાં 1 લાખ 39 હજાર ભારતીય સ્ટુડન્ટ્સને પ્રવેશ આપ્યો છે જે સંખ્યા ગયા વર્ષે 1 લાખ 7 હજાર હતી અને ત્યાર પહેલાના વર્ષે 85 હજાર હતી તેમાં છેલ્લા બે વર્ષ દરમિયાન 68 ટકા જેટલો વધારો નોંધાયો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
 

(1:29 pm IST)