Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

અમેરિકન નાગરિકોને ઇમિગ્રન્ટ્સ કરતા ઓછું વેતન મળતું હોવાના ટ્રમ્પના દાવાને ભારતીય કંપનીઓએ ખોટો પાડ્યો : અમરિકન આઇ ટી તજજ્ઞોને મળવાપાત્ર વળતર કરતા પણ વધુ ચુકાવ્યાનો Nasscom નો અહેવાલ

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ 24 ફેબ્રુઆરીના રોજ ભારત આવી રહ્યા છે ત્યારે અમેરિકન નાગરિકોને વિદેશી કંપનીઓ ઓછું વળતર આપે છે. તેથી બાય અમેરિકન હાયર અમેરિકન સૂત્ર તેમણે ચૂંટણી સમયે અમલી બનાવ્યું હતું પરંતુ તેમની આ ફરિયાદ  દૂર કરતો અહેવાલ નજર સમક્ષ આવ્યો છે.જે અંતર્ગત  Nasscom ના 2018 ની સાલના સર્વેમાં બહાર આવેલી વિગત મુજબ ભારતીય કંપનીઓ અમેરિકન નાગરિકોને મળવાપાત્ર  94,800 ડોલરના વળતર કરતા પણ વધુ એટલે કે 96,300 ડોલરનું વળતર આપી રહી છે એટલુંજ નહીં આ ગાળા દરમિયાન નવી 5 લાખ રોજગારીનું પણ નિર્માણ કરી દેશના આર્થિક વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું હતું તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:28 pm IST)