Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

નાઈરોબીમાં આતંકી હુમલો : મૃતામ્તાઓને શાશ્વતી શાંતિ મળે તે અર્થે સ્વામિનારાયણ મંદિરે સામૂહિક પ્રાર્થના

નાઇરોબી: ઇસ્ટ આફ્રિકાના કેન્યા રાષ્ટ્રની રાજધાની નાઈરોબીના વેસ્ટલેન્ડ્સ વિસ્તારમાં આવેલી ડુસિટ ડી – ૨ હોટેલ અને ઓફિસમાં થયેલા આતંકી હુમલામાં ૧૫ થી વધુ લોકોનાં મૃત્યુ થયાં હતા અને મોટી સંખ્યામાં લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત – ઘાયલ થયા હતા. મૃતકોની સંખ્યા હજુ વધે તેવી શક્યતા છે. પાટનગર નાઈરોબીના બિઝનેસ સેન્ટરની ખૂબ નજીક આવેલી આ ડુસિટ ડી – ૨ હોટેલમાં બેન્કો, રેસ્ટોરાં અને ઓફિસો આવેલી હોવાથી અહીં હંમેશા લોકોની ભારે ભીડ રહે છે. સ્થાનિક સમય બપોરે ૩:૦૦ વાગ્યે હુમલો શરુ થયો હતો અને આતંકીઓએ ભય ફેલાવવા માટે પહેલા પાર્કિંગમાં ઊભેલી ગાડીઓને વિસ્ફોટકોથી ઉડાવી દીધી હતી. ત્યારબાદ અત્યાધુનિક હથિયારોથી સુસજ્જ આતંકીઓ હોટેલમાં ઘૂસી અંધાધૂધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. જેમાં ૧૫ થી વધુ લોકોનાં મૃત્યુ થયાં હતા અને મોટી સંખ્યામાં લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

આ અગાઉ ૨૦૧૩માં વેસ્ટગેટમોલ પર હુમલો કર્યો હતો જેમાં ૬૭ લોકોનાં મોત થયાં હતાં.

 આતંકી હુમલાનો ભોગ બનનાર મૃતામાઓને શાશ્વતી શાંતિ મળે તથા ઘાયલ થયેલાઓ સાજા થાય તદર્થે શ્રી સ્વામિનારાયણ મંદિર, નાઈરોબીમાં  શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના પાવન સાન્નિધ્યમાં સંતો- ભક્તો સહ દીપ પ્રગટાવી સામૂહિક પ્રાર્થના, ધૂન્ય કરી શ્રધાંજલિ અર્પણ કરી હતી.

 

(11:48 am IST)