Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

" અક્ષયપાત્ર " : દેશના જરૂરિયાતમંદ બાળકોને વિનામૂલ્યે જમાડતી સંસ્થા : આવતીકાલ ભુજ મુકામે ગુજરાતનું છઠ્ઠું અને દેશનું 42 મુ વિશાળ રસોડું ખુલ્લું મુકાશે : 50 હજારબાળકો એકસાથે બેસી ભોજન લઇ શકશે : NRI ગુજરાતી દંપતી શ્રી મનુભાઈ તથા શ્રીમતી રીકાબેન શાહનું કરોડો રૂપિયાનું ડોનેશન : ભુજના ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્ય , સાંસદ વિનોદભાઈ ચાવડા સહિતના મહાનુભાવો હાજરી આપશે

ભુજ : છેલ્લા 37 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા ગુજરાતના કચ્છના મુન્દ્રા ગામના વતની શ્રી મનુભાઈ તથા શ્રીમતી રીકાબેન શાહ અત્યાર સુધીમાં તેમના સર્વમંગલ ટ્રસ્ટના ઉપક્રમે  કરોડો રૂપિયાના ડોનેશન આપી ચુક્યા છે.આ અગાઉ પણ અક્ષયપાત્રને મોટી રકમના ડોનેશન આપેલા છે. તેમણે  પોતાના વતનમાં જરૂરિયાતમંદ બાળકો વિનામૂલ્યે જમી શકે અને તે પણ એકસાથે 50 હજાર બાળકો ભોજન કરી શકે તેવા વિશાળ રસોડા માટે ડોનેશન આપતા આવતીકાલ 19 જાન્યુઆરી 2019 શનિવારના રોજ આ રસોડું ખુલ્લું મુકાશે

આ તકે  ભુજના ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્ય , સાંસદ વિનોદભાઈ ચાવડા સહિતના મહાનુભાવો હાજરી આપશે તથા આ દંપતીને તેમના આ સેવાકાર્ય માટે તથા વિદેશમાં સ્થાયી થયા હોવા છતાં વતનનું રૂણ ચૂકવવા બદલ  બિરદાવશે 

(11:42 am IST)