Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

પાકિસ્તાનની વસ્તીમાં થઇ રહેલા સ્ફોટક વધારાને નાથવાની કવાયત શરૂ : " બે બાળકો બસ છે " નો વહેલી તકે અમલ કરવા સુપ્રીમ કોર્ટ બેચની ધર્મગુરુઓ, નાગરિકો, તથા સરકારને અપીલ

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં થઇ રહેલા સતત વસતિ વધારાને નાથવાના સંજોગોનું નિર્માણ થયું છે.જે મુજબ સુપ્રીમ કોર્ટના 3 જજની બેન્ચે " બે બાળકો બસ છે  " સૂત્રનો  વહેલી તકે અમલ કરવા ધર્મગુરુઓ, નાગરિકો, તથા સરકારને અપીલ કરી હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં પાકિસ્તાનની વસતિ 21 કરોડ જેટલી છે.જે વિશ્વના સહુથી વધુ વસતિ ધરાવતા દેશોમાં પાંચમા ક્રમે છે.પરંતુ તેના વિસ્તારના પ્રમાણમાં થઇ રહેલો વસતિ વધારો બોજ રૂપ બની શકે તેમ છે.

 

(6:23 pm IST)