Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

અમેરિકાના સાન ફ્રાન્સિકો ખાતે નિમાયેલા ભારતના કોન્સ્યુલ જનરલ શ્રી સંજય પાંડાનું દબદબાભેર સ્વાગતઃ સાઉધર્ન કેલિફોર્નિયા ઇન્ડિયન અમેરિકન લીડર્સના ઉપક્રમે ૫ જાન્યુ.૨૦૧૯ના રોજ યોજાઇ ગયેલો સત્કાર સમારંભઃ દર ૩ મહિને કોન્સ્યુલેટ કેમ્પ રાખી ૪૮ કલાકમાં જ ભારતીયોના પ્રશ્નો હલ કરવાની શ્રી સંજય પાંડાએ નેમ વ્યકત કરી

સાન ફ્રાન્સિકોઃ અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો ખાતે ભારતના કોન્સ્યુલ જનરલ તરીકે નિમાયેલા શ્રી સંજય પાંડાના માનમાં સાઉધર્ન કેલિફોર્નિયા ઇન્ડિયન અમેરિકન લીડર્સના ઉપક્રમે ૫ જાન્યુ ૨૦૧૯ના રોજ આર્ટેસિયા મુકામે સ્વાગત સમારંભ યોજાયો હતો.

આ પ્રસંગે ઇન્ડિયન અમેરિકન અગ્રણીઓ શ્રી ઇન્દર સિંઘ, શ્રી કેવલ કાંડા, શ્રી દિલીપ બુટાની, શ્રી અશોક પટનાયક, શ્રી અંજુ ગર્ગ, શ્રી વાસુ પવાર, શ્રી નવિન ગુપ્તા, શ્રી અમ્રિત ભંડારી, તથા શ્રી અશોક મદન સહિતનાઓએ હાજરી આપી હતી.

નવનિયુકત કોન્સ્યુલ જનરલ શ્રી સંજય પાંડાએ કવાર્ટરલી કોન્સ્યુલેટ કેમ્પ રાખવાનો સંકલ્પ વ્યકત કર્યો હતો. તથા ભારતીયોના પ્રશ્નો ૪૮ કલાકમાં જ હલ કરવાની નેમ વ્યકત કરી હતી.

(7:41 pm IST)