Gujarati News

Gujarati News

News of Monday, 17th December 2018

પાકિસ્તાની પ્રેમિકાનો ભારતીય રોમિયો આખરે જેલમુકતઃ પ્રેમિકાને મળવા ગેરકાયદે પાકિસ્તાનમાં ઘૂસી ગયેલા ભારતના હમીદ અનસારીની જેલસજા ૧૫ ડીસેં.ના રોજ પૂરી થતા હવે ૧ મહિનામાં ભારત પરત મોકલી દેવાશે

ઇસ્લામાબાદઃ પોતાની પ્રેમિકાને મળવા માટે અફઘાનિસ્તાનને રસ્તેથી ૨૦૧૨ની સાલમાં પાકિસ્તાનમાં ઘૂસેલા ભારતીય યુવાન હમીદ અનસારીને ૨૦૧૫ની સાલમાં મિલટ્રી કોર્ટએ ૩ વર્ષની જેલસજા ફરમાવી હતી. જે ૧૫ ડીસેં.૨૦૧૮ના રોજ પૂરી થતા કોર્ટએ તેને મુકત કરી દીધો છે.

મુખ્ય કોર્ટએ આ યુવાનને તેની સજાની મુદત પૂરી થયે એક માસમાં તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી ભારત પરત મોકલી દેવાનો હુકમ કર્યો છે.

(7:54 pm IST)