Gujarati News

Gujarati News

News of Monday, 17th December 2018

ઇન્ડિયન અમેરિકન સતીશકુમાર પટેલને 50 લાખ ડોલરનો જેકપોટ

ન્યુયોર્ક : યુ.એસ.માં ન્યુયોર્ક સ્થિત ઇન્ડિયન અમેરિકન 37 વર્ષીય  સતીશકુમાર પટેલને 5 મિલિયન એટલેકે 50 લાખ ડોલરનો જેકપોટ લાગ્યો છે.આ રકમ તે પોતાના બાળકોના શિક્ષણ માટે તથા પિતાને ગાડી લઇ આપવા કરવા માંગે છે તેમ જણાવ્યું હતું

 તેણે  કહ્યું હતું કે તે મહિનામાં 2 થી 3 વખત લોટરી સ્ક્રેચ કરે છે.આ વખતની લોટરી તેણે  ફ્લોરિડાના સ્ટેશનરી સ્ટોરમાંથી ખરીદી હતી.શરૂઆતમાં તેને એમ લાગ્યું હતું કે પોતાને 5 લાખ ડોલરનું ઇનામ લાગ્યું છે.પરંતુ બીજે દિવસે ખબર પડી કે 5 નહીં 50 લાખ ડોલરનું ઇનામ લાગ્યું છે.તેથી તેના આનંદનો કોઈ પાર રહ્યો નહોતો

(12:49 pm IST)