Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

યુ.એસ.માં એરિઝોના સ્ટેટ સેનેટરની રસાકસીભરી ચૂંટણીમાં અંતે ઇન્ડિયન અમેરિકન ફિઝિશિયન મહિલા સુશ્રી હિરલ ટીપરનેની પરાજિત : વિજેતા રિપબ્લિકન ઉમેદવારને 52 ટકા જયારે ડેમોક્રેટ ઉમેદવાર સુશ્રી હિરલ ટીપરનેની ને 48 ટકા મતો મળ્યા

એરિઝોના : યુ.એસ.માં 3 નવેમ્બરના રોજ યોજાઈ ગયેલી ચૂંટણીઓમાં એરિઝોના સ્ટેટના છઠ્ઠા કોંગ્રેશનલ ડિસ્ટ્રીક્ટમાંથી ઇન્ડિયન અમેરિકન ફિઝિશિયન મહિલા સુશ્રી હિરલ ટીપરનેનીએ ઉમેદવારી નોંધાવી હતી.આ સીટ ઉપર રિપબ્લિકન પાર્ટીનું વર્ચસ્વ હોવા છતાં વર્તમાન રિપબ્લિકન કોંગ્રેસમૅનને ડેમોક્રેટ પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા સુશ્રી હિરલે કાટેકી ટક્કર સમાન ફાઇટ આપી હતી.

દરેક રાઉન્ડમાં બંને ઉમેદવારો લગોલગ રહ્યા હતા.પરંતુ અંતે આ રસાકસીભરી ચૂંટણીમાં સુશ્રી હિરલ પરાજિત થયા હતા.તેમને 48 ટકા એટલેકે 197,433  મતો મળ્યા હતા.જયારે વિજેતા ઉમેદવારને 52 ટકા એટલેકે 215,060  મતો મળ્યા હતા.

આ સીટ ઉપર પહેલીવાર આટલી રસાકસી જોવા મળી હતી.રિપબ્લિકન ઉમેદવારને સજ્જડ ફાઇટ આપવા બદલ પ્રેસિડન્ટ  તથા વાઇસ પ્રેસિડન્ટ પદના ઉમેદવારો જો બિડન તથા સુશ્રી કમલા હેરિસ ,ઉપરાંત IMPACT ફંડ AAPI વિકટરી ફંડ સહિતનાઓએ સમર્થન ઘોષિત કર્યું હતું .

(7:35 pm IST)