Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

ઇન્ફોસિસ પ્રાઇઝ ૨૦૧૯ વિજેતાઓમાં શ્રી આનંદ પાંડીઅનને સ્થાન

ન્યુયોર્કઃ ઇન્ફોસિસ સાયન્સ ફાઉન્ડેશનએ ૨૦૧૯ની સાલ માટે જાહેર કરેલી ઇન્ફોસિસ પ્રાઇઝ વિજેતાઓની યાદીમાં ઇન્ડિયન અમેરિકન પ્રોફેસર શ્રી આનંદ પાંડીઅનનો સમાવેશ કર્યો છે.

શ્રી પાંડીઅન જોન્સ હાયકિન્સ યુનિવર્સિટીમાં એન્થ્રોપોલીજી ડીપાર્ટમેન્ટમાં પ્રોફેસર તરીકે સેવાઓ આપી રહ્યા છે. જે યુનિવર્સિટીના ક્રિજર સ્કૂલ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ, સોશિઅલ સાયન્સ કેટેગરીમાં વિજેતા બની છે જે અંતર્ગત શ્રી પાંડીઅનના સિનેમા, સંસ્કૃતિ,પ્રકૃતિ,અને માનવશાસ્ત્ર પધ્ધતિઓ વિષયક સંશોધનોને કારણે તેમની ઇન્ફોસિસ પ્રાઇઝ માટે પસંદગી થઇ છે. વિજેતાઓને ગોલ્ડ મેડલ, પ્રમાણપત્ર તથા ૧ લાખ ડોલરનું ઇનામ અપાશે.

(10:50 am IST)
  • બિહારમાં રાજદના નેતાની ગોળી મારીને હત્યા : ઔરંગાબાદ જિલ્લાના મદનપુર ક્ષેત્રમાં ટંડવા નજીક સાંજે અજાણ્યા સશસ્ત્ર લોકોએ રાષ્ટ્રીય જનતા દળના નેતા અને વેપરી મોહમ્મ્દ મુર્તુજા અલીની ગોળી મારી હત્યા કરી : મુર્તુજા અલી પોતાના ઈટોના ભઠ્ઠાનો હિસાબ કિતાબ કરતા હતા ત્યારે બાઇકસવારોએ ગોળીબાર કર્યો : હત્યારાઓએ ઈટોના ભાવ પૂછ્યા બાદ ગોળી મારી access_time 12:51 am IST

  • દિલ્હીની ગેરકાયદે કોલોની કાયદેસર કરવાના મામલે ભાજપના જુઠ્ઠાણાનો પર્દાફાશ : સંસદની કાર્યસુચીમાં સામેલ નથી બિલ : આમ આદમીના સાંસદ સંજયસિંહએ કાર્યસૂચિ શેર કરીને કહ્યું જુઓ ભાજપનું જુઠ્ઠાણું : મોદી સરકાર દ્વારા જાહેર કરાયેલ દિલ્હીની અનિધિકૃત કોલોનીઓને અધિકૃત કરવાના બિલ સત્રની કાર્યસૂચિનો હિસ્સો નથી : આમ આદમી પાર્ટીએ આ મુદ્દો જોરશોરથી ઉઠાવવાનું એલાન કર્યું access_time 12:50 am IST

  • ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કરેલી સ્ટાર પ્રચારકોની યાદીમાં મધ્યપ્રદેશના એકપણ નેતા નથી ! :યાદીમાં એમપીના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને પણ સ્થાન નહીં આપતા તર્કવિતર્ક : મધ્યપર્દેશમાં ભાજપના પરાજય બાદ શિવરાજસિંહ ચૌહાણને પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવાયા હતા access_time 12:50 am IST