Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

શીખધર્મીઓ સેવા ,સમાનતા ,તથા ઇશભક્તિને સમર્પિત છે : અમેરિકાની સેનેટમાં સર્વાનુમતે પ્રસ્તાવ પસાર

વોશિંગટન : વિશ્વ વ્યાપ્ત શીખધર્મીઓ સેવા ,સમાનતા ,તથા ઇશભક્તિને સમર્પિત છે તેવો પ્રસ્તાવ અમેરિકાની સેનેટમાં રિપબ્લિકન તથા ડેમોક્રેટ સાંસદે રજુ કરતા તેને સર્વાનુમતે બહાલી મળી હતી.તથા શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનકદેવની 550 મી જન્મ જયંતિ નિમિત્તે તેમના ઐતિહાસિક ,ધાર્મિક ,તથા સાંસ્કૃતિક વારસાની નોંધ લેવાઈ હતી.ઉપરાંત અમેરિકામાં મહત્વનું યોગદાન આપનાર 4 શીખ આગેવાનોને પણ યાદ કરાયા હતા તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:40 pm IST)