Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

ઇન્ડિયન અમેરિકન મહિલા લોયર સુશ્રી ચિત્રા ઐયરની ન્યુયોર્ક જેન્ડર ઇકિવટી કમિશનમાં નિમણુંક

ન્યુયોર્કઃ ઇન્ડિયન અમેરિકન મહિલા લોયર સુશ્રી ચિત્રા ઐયરને ન્યુયોર્ક સીટીના 'જેન્ડર ઇકિવીટી' કમિશનમાં નિમવામાં આવ્યા છે.

સીટી મેયર તથા પ્રથમ મહિલાએ ૧૩ નવે.ર૦૧૮ ના રોજ આ કમિશનમાં નિમણૂ઼ક  આપેલ ૬ વ્યકિતઓમાં સુશ્રી ચિત્રાને સ્થાન આપ્યું છે.

આ કમિશન મહિલાઓ તથા યુવતિઓના શૈક્ષણિક સહિતના તમામ અધિકારો માટે કાર્યરત રહેશે.

જાતિય સમાનતાના અધિકારો સાથે મહિલાઓને પોતાના અનુભવ તથા જ્ઞાનનો લાભ કમિશનમાં નવનિયુકત હોદેદારો આપશે. જેમાં ટ્રાન્સઝેન્ડર સહિત તમામ મહિલાઓને રોજગારી, આશ્રય, શિક્ષણ, આરોગ્ય, ન્યાય તથા સલામતિ મળી રહે તે માટે કામગીરી કરાશે.

સુશ્રી ચિત્રા ઐયર હન્ટર કોલેજ તથા ન્યુયોર્ક લો સ્કૂલમાં પ્રોફેસર તરીકે કસેવાઓ આપે છે.

(11:37 pm IST)