Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

બ્રિજવોટર સીનીયર્સ કાઉન્સીલ દ્વારા બ્રીજવોટર રેરીટન મિડલ સ્કુલ ખાતે દિપાવલી પર્વની થયેલી શાનદાર ઉજવણીઃ કે.બી.બ્રહ્મભટ એન્ટરટેઇનમેન્ટ ગૃપ દ્વારા રજુ થયેલો સંગીતનો ભવ્ય કાર્યક્રમઃ સ્થાનિક અન્ય કલાકારોએ પણ આપેલો સાથઃ પિયુષ પટેલ, કનુભાઇ પટેલ, મુકુન્દ ઠાકર, રમણભાઇ પટેલ અતુલ શાહ, દિપક શાહનું કરવામાં આવેલુ સન્માનઃ સીનીયરોએ આનંદ અને ઉલ્લાસથી દિવાળી પર્વની કરેલી ઉજવણી

 (કપિલા શાહ તરફથી) શિકાગો બ્રીજવોટર ટાઉનમાં આવેલ રેરીટન મિડલ સ્કુલમાં બ્રીજવોટર સીનીઅર્સ કાઉન્સીલ દ્વારા દિવાળી પર્વની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સંસ્થાના સભ્યોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કે.બી.બ્રહ્મભટ્ટ એન્ટરટેઇમેન્ટ દ્વારા પ્લેબેકેનો એવોર્ડ વિજેતા દેવાંગી બ્રહ્મભટ્ટ અને હર્ષિત આચાર્ય સાથે મળીને સુદર ગીતો રજુ કર્યા હતા. જેને સીનીયરો દ્વારા સારો એવો આવકાર મલ્યો હતો.

આ પ્રસંગે  જેમના તરફથી  આર્થિક સહકાર પ્રાપ્ત થયેલો છે એવા સર્વશ્રી પિયુષ પટેલ, કનુ પટેલ મુકુન્દ ઠાકરા, રમણ પટેલ, અનુલ શાહ,િ દપક શાહ, અનિલ પટેલ, બીમલ જોશી, ધિરશ પારેખ, તેમજ વિષ્ણુ પટેલને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે અન્ય સીનીયર એસોસીએસનના પ્રમુખો પણ હાજર રહ્યા હતો તે સર્વેનુ પણ જાહેર સન્માન કરવામાં આવ્યું હતું.

અંતમાં ખુશ્બુ રેસ્ટોરન્ટના આદિષ્ટ ભોજનને ન્યાય આપી સહુવિખેરાયા હતા.

(8:41 pm IST)
  • ઇંધણના ભાવ ઘટાડો યથાવત : શનિવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો ;પેટ્રોલ લીટરે 18 પૈસા અને ડીઝલ 20 પૈસા લિટરે થશે સસ્તું ;કેટલાય દિવસોથી પેટ્રોલ ડીઝલના ભાવ ઘટતા વાહન ચાલકોને રાહત access_time 12:35 am IST

  • વડોદરા : ઇ-વે બિલ વિનાની 14 ટ્રકો ટોલનાકા ખાતેથી ઝડપાઇ:આણંદ નજીકના સામરખા ટોલનાકા ખાતે મોબાઈલ સ્કોવોર્ડ દ્વારા હાથ ધરાયુ હતું ચેકિંગ:સરકાર દ્વારા ઇ વે બિલ ફરજીયાત કર્યા બાદ પણ બિલ નહિ ફરનાર સામે પેનલ્ટીની કરાશે કાર્યવાહી:ટોલનાકા ખાતેથી ઝડપાયેલી ટ્રકોને વડોદરા ખાતે લાવવામાં આવી access_time 12:03 pm IST

  • બોલો લ્‍યોઃ ભાગેડુ વિજય માલ્‍યા ભારતની જેલોને અસુરક્ષીત ગણાવે છે access_time 1:12 pm IST