Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

સધર્ન કેલીફોર્નિયના રેગન કાઉન્ટીના રીપબ્લીકન પાર્ટીના હાલના હાઉસના ઉમેદવાર મિનિ વોલ્ટર્સને પરાજીત કરીને ડેમાક્રેટીક પાર્ટીના ઉમેદવાર કોટી પોર્ટરે મેળવેલો ઝળહળતો વિજયઃ અત્યાર સુધીમાં હાઉસમાં કેલીફોર્નિયા રાજયના ડેમોક્રેટીક પાર્ટીના ૪૪ જેટલા ઉમેદવારો વિજયી થયાઃ ડેમોક્રેટીક પાર્ટીના વિજયી ઉમેદવારે ધનિકોને ટેક્ષમાં જે રાહત આપવામાં આવેલ તે પાછી ખેચી લેવામાં આવશે તેમજ યુનીવરસલ હેલ્થકેરનો લાભ તમામ પ્રજાને મળે તેમજ ગનકન્ટ્રોલ અંગે ફરજીયાત પ્રશ્ને ચકાસણી એવા લોકકલ્યાણના કાર્યો અંગે પ્રજાને આપેલો કોલ

 (કપિલા શાહ) શિકાગોઃ અમેરિકામાં ગઇ તારીખ છઠ્ઠી નવેમ્બરના રોજ મધ્યવર્તી ચંુટણી યોજાતી ગઇ અને તેના  બહાર આવતા હાઉસમા ડેમોક્રેટીક પાર્ટીના ઉમેદવારો બહુમતીમાં ચુંટાઇ આવતા તેમણે તેના પર પ્રભુત્વ પ્રાપ્ત કર્યુ હતું જયારે સેનેટમાં રીપબ્લીકન પાર્ટીનો ઉમેદવારો બહુમતીમાં ચુંટાઇ આવતા તેમણે આ ગૃહમાં બહુમતી પ્રાપ્ત કરેલ છે કેટલીક જગ્યાઓએ હાલમાં પણ તતગણત્રીઓ ચાલી રહેલ છે અને ત્યાં આગળ તે પૂર્ણ થયેથી તેના પરીણામાં બહાર આવવા લાગયા છે અને કેલીફોર્નિયા રાજયના સધર્ન વિસ્તારમાં આવેલ રેગન કાઉન્ટી વિસ્તારમાં આવેલ હાઉસની બેઠકના ઉમેદવાર તરીકે ડેમોક્રેટીક પાર્ટીના કોટી પોર્ટર વિજળી જાહેર થયા હતા.

આ વિસ્તારે રીપબ્લીક પાર્ટીના ગઢ સમાન માનવામાં આવે છે પરંતુ હવે સમયના વહેલા બદલાયેલ લાગે છે તેથી આવ પરીણામ આવેલ છે અવુ તજજ્ઞો માની રહ્યા છે વિજેતા ઉમેદવાર પોર્ટર લો પ્રોફેસર છે અને ઘણા રાજકારણના અભ્યાસી છે.

તેમણે પોતાના વિજયી પ્રવચનમાં પોતાને હાઉસની બેઠક પર વિજળી બનાવવા માટે મતદારોનો આભાર માન્યા હતો. તેમણે ચુંટણી પ્રચારવેળા મતદારોને જે વચનો આપ્યા હતા તેનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે ધનવાનોનો ટેકસમાં જે રાહત આપવામાં આવેલ છે તે પાછી ખેચવાના સતત પ્રમાણમાં પ્રાયાસો કરશે તેમજ અમેરીકામાં વસવાટ કરતા તમામ લોકોને યુનીવરસલ હેલ્થ કેરનો લાભ પ્રાપ્ત થાય તે દિશામાં પ્રયાસો કરશે તેમજ ગન કન્ટ્રોલમાં નાથવા માટે હથીયાર ખરીદનારાયન માટે જરૂરી તેમન ભુતકાળ અંગે તપાસ કરાવડાવશે એવી કરેલી જાહેરાતનો તેમના ટેકેદારાએ આવકારી હતી.

(8:37 pm IST)