Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

અમેરિકામાં હેટ ક્રાઇમનો ભોગ બનતા લોકોમાં ભારતીયોની સંખ્યા સૌથી વધુ : FBI નો સ્ફોટક અહેવાલ

વોશિંગટન : અમેરિકામાં હેટ ક્રાઇમનો ભોગ બનતા લોકોમાં ભારતીયોની સંખ્યા સૌથી વધુ હોય છે.તેવો સ્ફોટક અહેવાલ FBI એ 13 નવે.ના રોજ બહાર પડ્યો છે.જેમાં દર્શાવાયા મુજબ ભારતીયોમા મોટા ભાગના શીખ,હિન્દૂ મુસ્લિમ તથા બૌદ્ધધર્મીઓ  જોવા મળ્યા છે.હેટ ક્રાઇમનો ભોગ બનતા લોકોની સંખ્યામાં 2016 ની સાલ કરતા 2017 માં 17 ટકાનો વધારો નોંધાયો હોવાનું પણ રિપોર્ટમાં જણાવાયું છે જે સંખ્યા દર વર્ષે ઉત્તરોત્તર વધી રહી છે..એટલું નહીં હેટ ક્રાઇમ આચરનારાઓમાં અડધાથી વધુ ગોરા લોકો જોવા મળ્યા છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:27 pm IST)