Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

બ્રિટનમાં ભારતીયોનો દબદબો : પ્રાઈમ મિનિસ્ટર થેરેસા મે એ દેશની એકતામાં ભારતીયોના યોગદાનને બિરદાવ્યું : હિન્દુજા પરિવારને ત્યાં દિવાળી ઉત્સવ નિમિત્તે હાજરી આપી

લંડન : બ્રિટનના પ્રાઈમ મિનિસ્ટર થેરેસા મે એ  દેશમાં વસતા ભારતીયોની એકતા તથા મિત્રભાવની પ્રશંશા કરી હતી.સુવિખ્યાત ભારતીય પરિવાર હિન્દુજા બ્રધર્સને ત્યાં દિવાળી ઉત્સવની ઉજવણી નિમિત્તે તેમણે હાજરી આપી હતી.તથા ઉત્સવની શુભેચ્છા પાઠવી હતી.તેમજ દેશમાં હિન્દુઓની એકતા,મિત્રતા તેમજ ભાઈચારાની ભાવનાને બિરદાવી હતી. તથા હિન્દુઓના કઠોર પરિશ્રમની સરાહના કરી હતી.

 આ તકે ઉપસ્થિત લંડનના મેયર સાદીકખાનએ પણ શહેરના વિકાસ તથા નિર્માણમાં હિન્દુઓના મહત્વના યોગદાનને બિરદાવ્યું હતું.દિવાળી ઉત્સવની ઉજવણીમાં 400 ઉપરાંત આમંત્રિતોએ હાજરી આપી હતી.હિન્દુજા ગ્રુપના સહ અધ્યક્ષ  શ્રી જી.પી.હિન્દુજાએ દિવાળી તહેવારને અંધકારથી ઉજાસ તરફ લઇ જનારો ગણાવતું પ્રાસંગિક ઉદબોધન કર્યું

(12:38 pm IST)