Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

લંડનમાં ભારતીય મૂળની ગર્ભવતી મહિલાનું મોત : પૂર્વ પતિએ તીર મારી મોત નિપજાવ્યું : ગર્ભમાં રહેલા બાળકને બચાવી લેવાયું

લંડન : લંડન સ્થિત ભારતીય મૂળની મહિલા 35 વર્ષીય દેવી ઉન્મથાને તેના પૂર્વ પતિએ પેટ ઉપર તીર મારતા કરુણ મોત નીપજ્યું છે.જોકે તેના ગર્ભમાં રહેલા બાળકને ડોકટોરોએ બચાવી લીધું છે.દેવીએ તેના પૂર્વ પતિ સાથે છૂટાછેડા લીધા બાદ ઇસ્લામ ધર્મ અપનાવી બીજા લગ્ન કરી લીધા હતા.પૂર્વ પતિ મારફત તેને 3 બાળકો થયા હતા.તથા વર્તમાન પતિ મારફત તે 2 બાળકીઓની માતા બની હતી.તેને તીર મારી મોત નિપજાવનાર પૂર્વ પતિ 50 વર્ષીય રમનોદગે ઉરવાથની ધરપકડ કરવામાં આવી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:43 pm IST)