Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

ડોનાલ્ડ ટ્રમ્પએ આપેલા વચનો પુરા કર્યા છે : 4 વર્ષના શાસન દરમિયાન દેશના લશ્કરને મજબૂત બનાવ્યું : આર્થિક વિકાસ કર્યો : લાખોની સંખ્યામાં નવી રોજગારીનું નિર્માણ કર્યું : જ્યોર્જિયા ખાતે ચૂંટણી પ્રચાર રેલીમાં સમર્થકોનું ઉદબોધન

જ્યોર્જિયા : ગઈકાલ શુક્રવારે રાત્રે જ્યોર્જિયા મુકામે ટ્રમ્પના સમર્થકો દ્વારા ભવ્ય રેલીનું આયોજન કર્યું હતું.જેમાં ટ્રમ્પ હાજર રહ્યા હતા.આ તકે તેમના સમર્થકોએ જણાવ્યું હતું કે પ્રેસિડન્ટ તરીકેની ડોનાલ્ડ ટ્રમ્પની 4 વર્ષની કામગીરી દરમિયાન તેમણે જે વચનો આપ્યા હતા.તે પુરા કર્યા છે.

સમર્થકોએ જણાવ્યા મુજબ ટ્રમ્પએ  દેશના લશ્કરને મજબૂત બનાવ્યું , આર્થિક વિકાસ કર્યો , તથા  લાખોની સંખ્યામાં  નવી રોજગારીનું નિર્માણ કર્યું છે.તેઓ શ્રેષ્ઠ પ્રેસિડન્ટ પુરવાર થયા છે.અમે જ્યોર્જિયામાં તેમને જંગી બહુમતી અપાવીશું.

(1:38 pm IST)