Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

ઇન્ડિયન અમેરિકન સુંદરી શ્રી સૈનીની તબિયત અચાનક લથડતા હોસ્પિટલમાં દાખલઃ ''મિસ વર્લ્ડ અમેરિકા ૨૦૧૯'' સૌંદર્ય સ્પર્ધાના આગલા દિવસે યોજાયેલ પ્રીલિમીનરી રાઉન્ડમાં ૬ માંથી ૫ જીતી લીધા બાદ તબિયત લથડી

વોશીંગ્ટનઃ યુ.એસ.માં ૧૨ ઓકટો.૨૦૧૯ના રોજ યોજાયેલી ''મિસ વર્લ્ડ અમેરિકા ૨૦૧૯'' સૌંદર્ય સ્પર્ધામાં વોશીંગ્ટનનું પ્રતિનિધિત્વ કરતી ઇન્ડિયન અમેરિકન સુંદરી શ્રી સૈનીની તબિયત આગલે દિવસે એટલે કે ૧૧ ઓકટો.ના રોજ ઇવનીંગ ગાઉન પ્રીલિમિનરી રાઉન્ડ દરમિયાન અચાનક બગડતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયેલ છે.

તબીબો દ્વારા સ્કેન,EKG, સહિત વિવિધ ચકાસણી થઇ રહી છે તથા તેને અચાનક હૃદયરોગનો હુમલો આવ્યો છે કે કેમ તે અંગે ચકાસણી સાથે સારવાર થઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે ફાઇનલ રાઉન્ડના આગલા દિવસે યોજાયેલ ૬ પ્રિલીમીનરી રાઉન્ડમાંથી શ્રી સૈનીએ પાંચ રાઉન્ડ જીતી લીધા હતાં. તેવું શ્રી સૈનીના માતાએ ઇન્સ્ટાગ્રામના માધ્યમ દ્વારા જણાવ્યું હતું.

(8:23 pm IST)