Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

''દિવાળી ગાલા એન્ડ રેડ કાર્પેટ ૨૦૧૯'': યુ.એસ.ના ટેકસાસમાં DFW ગુજરાતી સમાજના ઉપક્રમે ૧૮ ઓકટો.ના રોજ ઉજવાનારો ભવ્ય ઉત્સવ

ટેકસાસઃ તમામ ગુજરાતીઓને  એક છત્ર હેઠળ સંગઠિત કરી ગુજરાતનો સાંસ્કૃતિક, ઐતિહાસિક, સામાજીક, તેમજ ભાષાકીય વારસો જાળવી રાખવાના હેતુથી ૧૯૯૦ની સાલમાં સ્થપાયેલ DFW ગુજરાતી સમાજના ઉપક્રમે આગામી ૧૮ ઓકટો.૨૦૧૯ શુક્રવારના રોજ ગુજરાતીઓનો લોકપ્રિય તહેવાર ''દિવાળી ગાલા એન્ડ રેડ કાર્પેટ ૨૦૧૯'' ઉજવાશે.

SLPS કોમ્યુનીટી સેન્ટર, ૧૯૧૦ N બ્રિટન રોડ, ઇરવિંગ ટેકસાસ મુકામે થનારી ઉજવણીનો સમય સાંજે ૬ વાગ્યાથી શરૂ થશે.

ડાન્સ, ડિનર અને ફન તથા બોલીવુડ સેલિબ્રીટીનું ઉપરાંત રેડ કાર્પેટનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ કોમ્પીટીશન અને પ્રાઇઝનું પણ આયોજન કરેલ છે. SURATLAVA પાટીદાર સમાજના હોલમાં રાખેલ છે વિશેષ માહિતિ dfwgujaratisamaj@gmail.com દ્વારા મળી શકશે તેવું શ્રી સુભાષ શાહની યાદીમાં જણાવાયુ છે

(8:20 pm IST)