Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

કડક ચકાસણી વચ્ચે અમેરિકાએ આ વર્ષે સૌથી વધુ સંખ્યામાં H-1B વિઝા મંજુર કર્યા : ગયા વર્ષના 3.35 લાખની સરખામણીમાં આ વર્ષે 2019 ની સાલમાં 3.89 લાખ વિઝા મંજુર

વોશિંગટન : 2019 ની સાલના ફિસ્કલ ઇઅરમાં કડક ચકાસણી વચ્ચે પણ અમેરિકાએ  સૌથી વધુ સંખ્યામાં H-1B વિઝા મંજુર કર્યા છે. ગયા વર્ષના 3.35 લાખની  સરખામણીમાં આ વર્ષે 2019 ની સાલમાં 3.89 લાખ વિઝા મંજુર કરાયા છે.જેમાં નવા વિઝા તથા કામ કરવાની મુદતમાં વધારો કરતા બંને પ્રકારના  વિઝાનો સમાવેશ થઇ જાય  છે.

2015 ની સાલમાં 2.88 લાખ  H-1B વિઝા મંજુર કરાયા હતા.જેની સરખામણીમાં આ વર્ષે એટલેકે 2019 ની સાલના ફિસ્કલ ઇઅરમાં આ આંકડો  3.89 લાખને  આંબી ગયો છે.તેવું USCIS એ જાહેર કરેલ આંકડાઓ દ્વારા જાણવા મળે છે.

(12:31 pm IST)