Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

અમેરિકાના ઓહિયોમાં આવતીકાલ ૧ર ઓકટોબર, શનિવારે શરદ પૂર્ણિમા ઉત્સવ ઉજવાશે : હિન્દુ ટેમ્પલ હેરિટેજ હોલમાં દાંડીયા રાસની રમઝટ બોલશેઃ તમામ માટે વિનામૂલ્યે પ્રવેશ સાથે રીફ્રેશમેન્ટની વ્યવસ્થા

ઓહિયોઃ યુ.એસ.માં શરદ પૂર્ણિમાં ઉત્સવની ઉજવણી માટે આવતીકાલ ૧ર ઓકટો. ર૦૧૯ શનિવારના રોજ દાંડીયા રાસનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે.

હિન્દુ ટેમ્પલ હેરિટેજ હોલ, 4336 કિંગ રોડ, સિલ્વાનીઆ ઓહિયો મુકામે ઉજવાનારા ઉત્સવ દાંડીયા રાસનો સમય રાત્રિના ૮ વાગ્યાથી મધ્યરાત્રિ સુધીનો રાખવામાં આવ્યો છે. જે અંતર્ગત રાત્રે ૯ વાગ્યે આરતી થશે. તમામ માટે વિના મૂલ્યે પ્રવેશ સાથે રીફ્રેશમેન્ટની વ્યવસ્થા છે.

પ્રોગ્રામના આયોજકો તથા સ્પોન્સર્સ તરીકે  સુશ્રી જયોત્સનાબેન પટેલ તથા સુશ્રી મીનાબેન પટેલ છે.  આરતી સ્પોન્સર કરવા આયોજકોનો કોન્ટેકટ નં. 419-464-1448  અથવા  419-324- 4489 દ્વારા સંપર્ક સાધી શકાશે.

(9:25 pm IST)