Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

યુ.એસ.માં યોગી ડિવાઇન સોસાયટી, ન્યુજર્સીના ઉપક્રમે ૨૭ ઓકટો. ૨૦૧૮ના રોજ શરદ પૂર્ણિમા ઉત્સવ ઉજવાશેઃ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીના પ્રાગટ્ય પર્વે ઉજવનારા ઉત્સવ અંતર્ગત કિર્તન, ભકિત, સભા તથા અન્નકૂટ દર્શન અને મહાપ્રસાદનો લહાવો

ન્યુજર્સીઃ યુ.એસ.માં યોગી ડિવાઇન સોસાયટી ૨, લિન્કોલ્ન એવન્યુ લેક હીઆવાથા ન્યુજર્સીના ઉપક્રમે હરિધામ મંદિર આયોજીત આગામી ૨૭ ઓકટો. ૨૦૧૮ શનિવારના રોજ શરદ પૂર્ણિમા ઉજવાશે. જે અંતર્ગત યોજાનારા અન્નકૂટ ઉત્સવમાં પધારવા સહુને આમંત્રણ પાઠવાયું છે. બર્કવુડ મેનોર, ૧૧૧, નોર્થ જેફરસન રોડ, વ્હીપેની, ન્યુજર્સી મુકામે થનારી ઉજવણી અંતર્ગત સવારે ૧૦.૩૦ કલાકે કિર્તન, ભકિત તથા સભાનું આયોજન કરાયું છે. બાદમાં બપોરે ૧૨ વાગ્યે અન્નકૂટ થાળ અને આરતી બાદ બપોરે ૧૨.૩૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. બાદમાં પૂરક આરતીઓ બપોરે ૩ તથા ૪ તથા પ વાગ્યે થશે.

અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીના પ્રાગટ્ય પર્વે ઉજવાનારા આ શરદ પૂર્ણિમાના પાવન અવસરે પધારવા સાધુ પ્રેમસ્વરૂપદાસ, સાધુ પ્રબોધજીવનદાસ તથા શ્રી લલિત પટેલના દાસનનું દાસએ જય સ્વામિનારાયણ સાથ પ્રેમપૂર્વક આમંત્રણ પાઠવ્યું હોવાનું શ્રી વિષ્ણુ પટેલની યાદીમાં જણાવાયું છે.

(10:13 pm IST)
  • બનાસકાંઠા : પાંથાવાડા પોલીસ સ્ટેશનની હદમાં ખાનગી ફાયરીંગ: ફાયરિંગમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત : ગેંગવોરમાં ફાયરિંગ થયુ હોવાની આશંકા:ઇજાગ્રસ્ત વ્યક્તિ મોરબીમાં થયેલ લૂંટ કેસનો આરોપી : ગુજરાત અને રાજસ્થાન પોલીસ બનાવના સ્થળને લઈ હદ અંગે અવઢવમાં access_time 1:05 am IST

  • સુરતમાં પર્વત પાટીયાના જૈન દેરાસરમાં આદિનાથ ભગવાનની મુર્તિની ચોરી:ચાંદીના કળશ અને છત્રની પણ તસ્કરો બઠાવી ગયા : જૈન સમાજમાં રોષની લાગણી access_time 2:20 pm IST

  • આજે પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવતઃ ઓઇલ કંપનીઓએ આજે પેટ્રોલ-ડીઝલના ભાવ નથી વધાર્યાઃ દિલ્હીમાં પેટ્રોલ ૮૨.૮૩ તો મુંબઇમાં ૮૮.૨૯નું લીટર મળે છેઃ ડીઝલનો ભાવ મુંબઇમાં ૭૯.૩૫ છે તો દિલ્હીમાં ભાવ રૂ. ૭૫.૬૯ છે access_time 11:42 am IST