Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

કોરોના સામેના જંગમાં ભારત કરતાં પાકિસ્તાન આગળ : આવતીકાલ મંગળવારથી સ્કૂલો તથા કોલેજો ચાલુ : પ્રાઈમ મિનિસ્ટર ઇમરાનખાનની ઘોષણાં

ઇસ્લામાબાદ : કોરોના વાઇરસ સામેની લડતમાં ભારત કરતા પાકિસ્તાન આગળ નીકળી ગયું છે.જ્યાં આવતીકાલ મંગળવારથી સ્કૂલો ખુલ્લી મુકાશે .તેવી ઘોષણાં પ્રાઈમ મિનિસ્ટર ઇમરાનખાને કરી છે.
ખાને જણાવ્યું છે કે આપણા બાળકો તથા યુવા પેઢીની આપણે ચિંતા કરવાની છે.તેઓની સલામતી જળવાઈ રહે તેવા કોવિદ -19 નિયમોના અમલ સાથે આપણે  આવતીકાલ મંગળવારથી સ્કૂલો તથા કોલેજો ખુલ્લી મૂકી રહ્યા છીએ.
પાકિસ્તાનમાં કોરોના સંક્રમણના પ્રમાણમાં ખાસ્સો ઘટાડો નોંધાયો છે.તેના કારણમાં અમુક નિષ્ણાતોએ જણાવ્યા મુજબ હકીકતમાં પ્રજામાં ઉહાપોહ ન થાય તે માટે  કેસના ટેસ્ટિંગમાં ઘટાડો કરી દેવાયો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:08 pm IST)