Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

કેનેડાના ઓન્ટારીયોમાં યોજાયો સાંઇરામ દવેનો ''હાસ્ય દરબાર'': ગલ્ફ ગુજરાતી સમાજ આયોજીત પ્રોગ્રામથી ૫૦૦ ઉપરાંત ઉપસ્થિતો ખુશખુશાલ

ગલ્ફેઃ Guelph(ગલ્ફ), Ontario ટાઉનમાં શ્રી સાંઇરામભાઇ દવેના ''હાસ્ય દરબાર'' કાર્યક્રમ, ૨૫ AUG રવિવારે ભવ્ય સફળતા સાથે ૫૦૦ થી પણ વધારે ગુજરાતીઓની ઉપસ્થીતીમાં ગલ્ફ સીસીમાં યોજય ગયો ૫૦૦ થી પણ વધારે ગુજરાતીઓની ઉપકથીતી, Wester Onteruoમાં ઐતીહાસીક હતી.

કીચનર, કેમ્બ્રીજ, વોટરલુ, ફરગસ, ઇલોરા,હેમીલ્ટન, મીલ્ટન, મીસીસાગા, બ્રોમ્પરથી પણ ગુજરાતીઓ આ પ્રોગ્રામમા ઉપસ્થીત રહી અને આ ઐતીહાસી પ્રોગ્રામની શૌભાા વધારી હતી.

આ પ્રોગ્રામને સફળ બનાવવામાં સૌથી વધારે જહેમત શ્રી હીતેશભઆઇ જગ્ગડે (કીર્તીદા કીચન) લીધી હતી. શ્રી સાંઇરામ દવે જેવા NO-1, International Artist (Gujarti Comedy) નો પ્રોગ્રામ શ્રી અનંતભાઇ ગાંધી (ગુજ્જુ રોક, કેનેડા) શ્રી જીરગ પટેલ (સુપ્રીમ ટ્રાવેલ્સ), તથા શ્રી તુષારભાઇ શાહ (માં અમ્બે એન્ટરટેઇન્ટમેન્ટ)ના સહકારથી ''ગલ્ફ ગુજરાતી સમાજ''ને મળ્યો, તે બદલ, અમારી સંસ્થા તેઓનો ખૂબ ખૂબ આભાર વ્યકત કરે છે.

પ્રોગ્રામની શરૂઆત શ્રી હીતેશભાઇ જગ્ગડે, Introduction speech આપીને કરી. ત્યારબાદ શ્રી વિનોદભાઇ અઘેરાએ, શ્રી સાંઇરામ દવે વિશે શ્રોતાઓને પંડ્યાએ ''સીને ક્રી જગહ આંખોમે દીલ ધડકતાવો ઇન્તઝાર કે લમ્હે બહુત નાજુક હોતે હે શાપરીથી બધાજ ગુજરાતી આતુરતાનો અંતલાવી જોરદાર તાળીઓના ગડગડાટ સાથે શ્રી સાંઇરામ દવેને સ્ટેજ પર આમંત્રિત કર્યા. અને ''ગલ્ફ સમાજ''ની Volutrees (સેવકો)  ટીમ તરફથી પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યા છે.

પછી તો પુછવું શું હતું? શ્રી સાંઇરામભાઇ સાડા ત્રણથી વધારે કલ્લાક સુધી ૫૦૦ થી પણ વધારે ગુજરાતીઓને નવી નવી ઘણી Items  રજુ કરીને ખૂબજ હસાવ્યા એમાં પણ ''કાઠીયાવાડી Airlimes'' શરૂ થાય તો શું કોમેડી થાય, એતો અદભૂત કોમેડી હતી. હસીહસીને ઘણા ગુજરાતીઓને પેટમાં દુખવા માંડવું હતું.

આ ટુરની ખાસીયત એ હતી કે શ્રી સાંઇરામભાઇની સાથે ગુજરાતથી કલાકારો આવ્યા હતા, જેઓએ ખૂબજ સુમધુર સંગીતનું રસપાન સૌને કરાવ્યું.

''ગલ્ફ ગુજરાતી સમાજ'' એ ''Not for profit'' સંસ્થા ૨૦૦૭ થી અસ્તીત્વમાં છે ખૂબજ વ્યાજબી દરથી, ફકત અને ફકત ગલ્ફ સીટીના તથા આજુબાજુના ટાઉનમાં રહેતા ગુજરાતીઓને ખડખડાટ હસાવવા તથા ખૂબજ સારો સમય સો ગુજરાતીઓ પોતાના કુંટુમ્બીઓ, મીત્રો સાથે પસાર કરે એજ હેતુથી આ પ્રોગ્રામનું ખૂબજ ટુંકા ગાળામાં જહેમત ઉઠાવીને આયોજન કર્યુ હતું.

શ્રી સાંઇરામ દવે, હાસ્ય કલાકારની ખાસીયત એ છે કે Bellow the belt કોમેડી હોતી નથી. સૌ પોતાના કુટુંમ્બ સાથેની સેકોચ પ્રોગ્રામ મઝા માણી શકે છે અને કાંઇક સારો સંદેશો આપણા દેશ માટે ગર્વ કરાવે એવી માહીતી દર્શકગણને પીરસે છે આવા કલાકાર બહુ જુજ રહી ગયા છે.

આ પ્રોગ્રામ સફળ બનાવવા માટે શ્રી સીતાંશુભાઇ પટેલ, શ્રી સુનીલભાઇ પટેલ (ગલ્ફ), જોણી પંચાલ (કીચન શ્રી દેવેન્દ્રભાઇ વ્યાસ, શ્રી મીતલ પાનસુરીયા, શ્રી મીલન પટેલ (Indian super Market,Kitchns શ્રી રમેશભાઇ ભંડેરી (મેન્ચીઝ, ગલ્ફ) શ્રી રજની પટેલ (Sem’s sub), દીપીકાબેન પટેલ, સૌએ ખૂબજ મહેનત કરી હતી. તેઓનો 'ગલ્ફ ગુજરાતી સમાજ'' આભાર માને છે.

ટીકીટના દરની સાથેજ ચા,પાણી તથા Light dinnerમાં ''કીર્તીદા કીચન'' તરફ ગરમા ગરમા પાંઉભાજીનો પણ સ્વાદ સૌ ગુજરાતીઓએ માણ્યો હતો.

આ પ્રોગ્રામનું સફળ સમાજદારી પૂર્વક સંચાલન શ્રી પાર્થ ભાઇ પંડ્યા (ગલ્ફ),, દ્વારા કરવામાં આવ્યું શ્રી જીગ્નેશભાઇ નાયક તથા પ્રદ્યુમન પટેલે, ટીકીટ કલેકશન તથા ટીકીટ સેલીંગની જવાબદારી સફળતા પૂર્વ નીભાવી હતી.

''ગલ્ફ ગુજરાતી સમાજ'' સોને (ગુજરાતીઓ) આશ્વાસન આપ્યું છે. ઉંચી ગુણવ-તાવાળા પ્રોગ્રામ ભવીષ્યમાં જરૂર કરવામાં આવશે અને શ્રી સાંઇરામ ભાઇનો ''હાસ દરબાર'' તો ચોકકસજ કરવામાં આવ્યા ગલ્ફ ગુજરાતી સમાજના Volunteers (સેવકો)  શ્રીધ્યાનેશભાઇ દવે, શ્રી હીતેશભાઇ પંચાલ (પ્રણામ ગલ્ફ), શ્રી જીગ્નેશભાઇ ગજ્જર, શ્રી પ્રદ્યુમન પટેલ, કે જેઓની સ્વાર્થ ભાવે પ્રોગ્રામને સફળ બનાવવામાં મદદ કહીથી ''હાસ્ય દરબાર''માં ઉપસ્થી સૌ ગુજરાતીઓનો અમારો સમાજ હૃદયસ્યર્શી આભાર માને છે. તેવું શ્રી પાર્થ પંડ્યાના અહેવાલ દ્વારા જાણવા મળે છે.

(9:39 pm IST)
  • સચિન તેન્ડુલકરે શ્રી નરેન્દ્રભાઈને જન્મદિવસની શુભકામના પાઠવી access_time 1:23 pm IST

  • કોલકતાના પૂર્વ કમિશ્નર રાજીવકુમારને ઝટકો : કોર્ટે વચગાળાના જમીન અરજી રદ કરી : બારસાતના જિલ્લા સત્ર ન્યાયધીશે કહ્યું કે આ મામલો તેની અદાલતમાં વિચાર યોગ્ય નથી access_time 1:05 am IST

  • મુંબઈમાં છેલ્લા ૩ાા મહિનામાં રેકોર્ડબ્રેક ૧૯૨.૨ ઈંચ ખાબકયો : મુંબઈમાં જૂન મહિનામાં ૮૦૦ મી.મી., જુલાઈમાં ૧૭૯૦ મી.મી., ઓગષ્ટમાં ૧૦૬૩ મી.મી. અને સપ્ટેમ્બરની તા.૧૫ સુધીમાં ૧૧૫૦ મી.મી. પડ્યો. આમ કુલ ૪૮૦૩ મી.મી. (૧૯૨.૨ ઈંચ) રેકોર્ડબ્રેક વરસાદ નોંધાયો. સપ્ટેમ્બર મહિનો હજુ અડધો બાકી છે.(૩૭.૫) access_time 10:17 am IST