Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

ક્રિકેટમાંથી નિવૃત થયા પછી મેયર બનવાની ખ્વાહિશઃ યુ.કે.સ્થિત ભારતીય મૂળના ક્રિકેટર ૩૭ વર્ષીય મોન્ટી પનેસર લંડનના મેયર બનવા ઉત્સુક

લંડનઃ યુ.કે.સ્થિત ભારતીય મૂળના ક્રિકેટર ૩૭ વર્ષીય મોન્ટી પનેસરએ હવે રાજકારણમાં જવાની ઇચ્છા વ્યકત કરી છે. ક્રિકેટમાંથી નિવૃતિ બાદ તે લંડનના મેયર બનવા માંગે છે. વર્ષોથી લંડનમાં સ્થાયી થયેલા આ ક્રિકેટર સ્થાનિક સંસ્કૃતિથી વાકેફગાર બની ગયા હોવાથી આગામી દિવસોમાં પાકિસ્તાની મૂળના લંડનના મેયર સાદિક ખાનની ટર્મ પૂરી થયા બાદ તે ઉપરોકત પદ સંભાળવાની ઇચ્છા ધરાવે છે તેવું તેમણે સમાચાર સૂત્રોને જણાવ્યું હતું.

(9:09 pm IST)